Not Set/ અમદાવાદ/ જાણો કેવી છે સ્વામી નિત્યાનંદની લીલા, પૂર્વ કેવા-કેવા થયા છે આક્ષેપ

અવાર નવાર વિવાદોમાં સપડાતો બાબા સ્વામી નિત્યાનંદ કોન્ડોમ, ડ્રગ્સ, અને કાળાજાદૂની દુનિયાનો બેતાજ બાદશાહ છે. જેથી અમદાવાદનાં નિત્યાનંદ આશ્રમનો આ વિવાદ કોઇ નવી વાત નથી. ભકતોને ગેરમાર્ગે દોરતો આ લંપટ બાબા નિતનવા ગતકડાં કરવા માટે કુખ્યાત છે. તેના પર પોલીસ ચોપડે થોકબંધ કેસ ચાલી રહયા છે પણ નિત્યાનંદ આ વખતે ગુજરાતમાં ભુલો પડયો છે. સ્વામી […]

Top Stories Ahmedabad Gujarat
Nitynad અમદાવાદ/ જાણો કેવી છે સ્વામી નિત્યાનંદની લીલા, પૂર્વ કેવા-કેવા થયા છે આક્ષેપ

અવાર નવાર વિવાદોમાં સપડાતો બાબા સ્વામી નિત્યાનંદ કોન્ડોમ, ડ્રગ્સ, અને કાળાજાદૂની દુનિયાનો બેતાજ બાદશાહ છે. જેથી અમદાવાદનાં નિત્યાનંદ આશ્રમનો આ વિવાદ કોઇ નવી વાત નથી. ભકતોને ગેરમાર્ગે દોરતો આ લંપટ બાબા નિતનવા ગતકડાં કરવા માટે કુખ્યાત છે. તેના પર પોલીસ ચોપડે થોકબંધ કેસ ચાલી રહયા છે પણ નિત્યાનંદ આ વખતે ગુજરાતમાં ભુલો પડયો છે.

સ્વામી નિત્યાનંદ ખાલી કહેવા માટે નામ જ સ્વામી છે પણ રોજ નવા વિવાદ એ તેની ખામી છે. આ લંપટ સાધુ બાબ અનેકો વાર વિવાદોમાં આવી ચુકયો છે. કહેવામાં આવે છે કે તે કોન્ડોમ, ડ્રગ્સ અને કાળાજાદૂની દુનિયાનો તે બેતાજ બાદશાહ છે. પોતાના અનુયાયીઓ સાથે કામલીલા માટે આ બાબા કુખ્યાત છે તેના ઉપર પોલીસ ચોપડે થોકબંધ કેસ બોલે છે પરંતુ તેમ છતાં તેના આંધળા અનુયાયીઓને કારણે તેને હંમેશા નવા શિકાર મળતા રહે છે આ વખતે બાબા ગુજરાતમાં ભુલો પડ્યો છે અને અમદાવાદમાંથી યુવતી ગાયબ થઈ છે. નિત્યાંનદ સામે બળાત્કાર જેવો ગંભીર આરોપ પણ છે.

નિત્યાનંદ સ્વામી બહુ ગાજેલા સેક્સ સીડીકાંડને કારણે હાલપણ જ્યારે ફેક બાબાઓની યાદી બને છે ત્યારે સ્વામી નિત્યાનંદનું નામ પણ તેમાં સામેલ હોય છે. આ જ બાબાએ અમદાવાદમાંથી યુવતીને ગાયબ કરી છે. તેના યોગીની આશ્રમમાં ભેદી પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપ વચ્ચે બાબાનો ઈતિહાસ તપાસતા આ આક્ષેપ સાચા સાબિત થવાની પૂરેપુરી શક્યતાઓ નજરે પડી રહી છે. અગાઉ પણ સેક્સ સીડીકાંડને કારણે વિવાદ સર્જાયો હતો. બેંગલુરુમાં આશ્રમમાં નિત્યાનંદ અને સાધ્વીની સીડી બની હતી. સેક્સ સીડી બાદ નિત્યાનંદને જેલની સજા થઇ હતી.

આ લંપટ બાબા સામે બળાત્કાર, ધમકી અને છેતરપીંડીનાં અનેકો આરોપ છે. તેની સામે કર્ણાટકની કોર્ટમાં ચાર્જ ફ્રેમ પણ થયા હતા. આ બાવલા સામે ભકતોને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ જોડાયેલો છે. નિત્યાનંદ રોજ નવા દાવા કરીને ભકતોને વશમાં કરી રાખે છે. નિત્યાનંદ ગુરુત્વાકર્ષણની થિયરીને ખોટી માને છે. નિત્યાનંદ દાવો કરે છે કે હું સુર્યને 40 મિનિટ સુધી રોકી શકુ છું. તે ભક્તોને કહે છે કે હું ફ્લેગ ઓફ ન કરું ત્યાં સુધી સુર્ય ન ઉગે. નિત્યાનંદ દાવો કરે છે કે સિંહ, ગાય, વાઘને સંસ્કૃતિ શિખવાડી શકું છું.

નિત્યાનંદ માણસમાં ત્રીજી આંખ હોવાનો પણ દાવો કરે છે. નિત્યાનંદ કહે છે અંધ વ્યક્તિ મારા કારણે જોઇ પણ શકે છે. નિત્યાનંદનાં દેશ-વિદેશમાં હજારો અનુયાયી ધરાવે છે. તે યોગ-ધ્યાન અને આંતરિક શક્તિ મુદ્દે અનુયાયીને આકર્ષે છે. વૈજ્ઞાનિક થિયરી અને હાઈટેક ગેઝેટનાં ઉપયોગથી સાવ યુવાન અને ભણેલા ગણેલા લોકોને પણ આ સ્વામી બાબા પોતાના તરફ ખેંચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.