Raj thackeray/ લોકસભા ચૂંટણીઃ રાજઠાકરે-અમિત શાહ વચ્ચે સૂચક મુલાકાત, બંને જોડાણ માટે મજબૂર કેમ

રાજકારણમાં કોઈ કાયમી શત્રુ કે મિત્ર હોતું નથી તે ફરીથી સાબિત થયું છે. લોકસભા ચૂંટણી 2024 નજીક આવવા સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના રાજ ઠાકરે ભાજપની નજીક સરકવા લાગ્યા છે

Top Stories India Breaking News
YouTube Thumbnail 16 લોકસભા ચૂંટણીઃ રાજઠાકરે-અમિત શાહ વચ્ચે સૂચક મુલાકાત, બંને જોડાણ માટે મજબૂર કેમ

નવી દિલ્હીઃ રાજકારણમાં કોઈ કાયમી શત્રુ કે મિત્ર હોતું નથી તે ફરીથી સાબિત થયું છે. લોકસભા ચૂંટણી 2024 નજીક આવવા સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના રાજ ઠાકરે ભાજપની નજીક સરકવા લાગ્યા છે અને ભાજપને પણ તેનો વોટશેર વધારી 50 ટકાથી ઉપર લઈ જવા તથા 400થી વધુ બેઠકોનો આંકડો પાર કરવા તેમની જરૂર છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ પછી સૌથી વધુ 48 લોકસભા બેઠક ધરાવતુ રાજ્ય છે. ગઈ ચૂંટણીમાં ભાજપ-શિવસેના મળીને લડ્યા હતા અને 48માંથી 43 જીત્યા હતા. કોંગ્રેસને એક અને એનસીપી ચાર બેઠક મળી હતી.

હવે 2019થી 2024માં શિવસેના અને એનસીપી બંને તૂટી ગયા છે. બંનેના મજબૂત ભાગ ભાજપની જોડે છે. આ ઉપરાંત રામદાસ આઠવલેની આરપીઆઈ, હિતેન્દ્ર ઠાકુરની બહુજન વિકાસ અઘાડી,  પ્રહાર જનશક્તિ પાર્ટી, પીપલ્સ રિપબ્લિકન પાર્ટી, રૈયત ક્રાંતિ સંગઠન, જનસુરાજ્ય પાર્ટી, રાષ્ટ્રીય સમાજપાર્ટી ભાજપ જોડે છે.

તેનાથી વિપરીત 2006માં શિવસેનાથી છેડો ફાડી અલગ થયા પછી રાજ ઠાકરે હજી સુધી તેમની રાજકીય જમીન બનાવી શક્યા નથી. તેમને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓમાં પણ જોઈએ તેવી સફળતા મળી નથી. તેઓ 2014માં ભાજપના સમર્થક હતા, પરંતુ પછી તેઓને પૂરતુ સમર્થન ન મળતા તે ભાજપના વિરોધી બની ગયા હતા. તેમણે વડાપ્રધાન મોદીને ફેંકુ અને હિટલર પણ કહ્યા હતા અને જણાવ્યું હતું કે ઇન્ટરનેટ પર ફેંકુ સર્ચ કરો તો વડાપ્રધાન મોદીનું નામ આવે છે. તેમણે એક સમયે તો પીએમ મોદી અને અમિત શાહને દેશ માટે સૌથી મોટું સંકટ ગણાવ્યા હતા. તેમણે મોદી અને શાહ મુક્ત ભારતની વાત પણ કરી હતી. હવે તેમને પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા તો ભાજપને 400 બેઠક વટાવવા એકબીજાની જરૂર છે. તેથી હવે તે એનડીણાં ભળી જાય તો નવાઈ ન પામતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/લોકસભા ચૂંટણી માટે AIADMKએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

આ પણ વાંચો: Westbengal/પશ્ચિમ બંગાળ : કૂચમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે સંઘર્ષ, રાજ્યપાલે માંગ્યો રીપોર્ટ

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/ચૂંટણી પહેલા હરિયાણામાં ગુજરાત જેવો પ્રયોગ, CM સહિત 50% નવા ચહેરા, શું છે