Gujarat Weather/ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં વાતાવરણ રહેશે સૂકું

રાજ્યમાં હવામાન વિભાગે એક આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાતાવરણ સૂંકુ રહેવાની સંભાવના રહેશે.

Ahmedabad Gujarat
હવામાન વિભાગ

અત્યારે ઠેર ઠેર વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલટો આવ્યો છે, આ સાથે જ રાજ્યમાં કાળઝાળ ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. રાજ્યમાં હવામાન વિભાગે એક આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાતાવરણ સૂંકુ રહેવાની સંભાવના રહેશે. દક્ષિણ ગુજરાતમાં એક દિવસ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ડાંગ, તાપી, અને વલસાડમાં પણ વારસાદ પડી શકે છે. આ સાથે જ તાપમાનમાં પણ એક ડિગ્રી જેવું વધી શકે છે

રાજ્યમાં અત્યારે વધી રહેલી ગરમી અને ભેજની અસરના કારણે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમા આ આગાહીમાં મોટા ભાગે ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદ થઇ શકે છે.  અમદાવાદ શહેરમાં ફરી ગરમીનું પ્રમાણ વધવાની પણ સંભાવનાઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ ગઈકાલે રાજ્યના પાંચ દિવસના હવામાન અંગે આગાહી કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે હવામાન સૂકું રહેશે.  વધુમાં તેમણે કહ્યું છે કે હજુ પણ રાજ્યમાં આવી રહેલા પવનો પશ્ચિમી છે જે અરબી સમુદ્ર પર થઈને ભેજ લઈને આવી રહ્યા છે.

હવામાન વિભાગે ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના આગામી 5 દિવસ માટે વ્યક્ત કરી છે. પરંતુ રાજ્યમાં ક્યાંક કેટલાક કારણોના લીધે વરસાદ થઈ શકે છે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. ચોમાસું હજુ કેરળમાં નથી પહોંચ્યું પરંતુ લક્ષ્યદ્વીપ અને માલદિવ્સ સુધી પહોંચ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. લોકલ કન્વેક્ટિવિટીના કારણે વરસાદ થવાની સંભાવના છે, અમદાવાદમાં પણ આજે વરસાદ થઈ શકે છે તેવી સંભાવના કરવામાં આવી રહી છે. સાંજના સમયે વરસાદ થવાની શક્યતાઓ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.

હવામાનશાસ્ત્રીઓનો અંદાજ છે કે ચોમાસું 30 જૂનની આસપાસ દિલ્હી NCRમાં દસ્તક આપી શકે છે. હવામાન વિભાગનો અંદાજ છે કે દિલ્હીનું તાપમાન એક સપ્તાહમાં 42-43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી શકે છે. જો કે તે આંશિક વાદળછાયું રહેશે, પરંતુ સૂર્યથી કોઈ રાહત મળશે નહીં. વાદળછાયું, તડકો અને પવનની દિશાને કારણે હવામાનમાં ભેજનું પ્રમાણ વધવાની ધારણા છે, જેના કારણે ભેજનું પ્રમાણ વધુ વધી શકે છે.આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું હતું કે કેરળમાં ચોમાસુ આવ્યા બાદ ગુજરાતમાં 15 દિવસે ચોમાસુ આવી શકે છે

આ પણ વાંચો :માફિયા-મુખ્તાર અંસારી/ માફિયા મુખ્તાર અસારીને 32 વર્ષ જૂના કેસમાં આજીવન કેદની સજા

આ પણ વાંચો :મહારાષ્ટ્ર રાજકારણ/ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી ઉથલપાથલના એંધાણઃ શિંદે-ફડણવીસ અમિત શાહને મળ્યા

આ પણ વાંચો :ઓડિશા-ગૂડ્સ ટ્રેન અકસ્માત/ ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માતઃ આ વખતે માલગાડી પાટા પરથી ઉતરી