Not Set/ અમદાવાદ કોર્પોરેશનના બજેટને નડ્યો કોરોના, પાછલા વર્ષ કરતા 1432 કરોડનો ઘટાડો

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ચરમસીમાએ પહોંચ્યું છે, ત્યારે એમાંથી રાજ્યનું સૌથી મોટું મહાનગર એવું અમદાવાદ પણ બાકાત રહ્યું નથી.

Top Stories Ahmedabad Gujarat

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ચરમસીમાએ પહોંચ્યું છે, ત્યારે એમાંથી રાજ્યનું સૌથી મોટું મહાનગર એવું અમદાવાદ પણ બાકાત રહ્યું નથી. કોરોનાની આ સ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨નું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયું છે, જેના પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું વર્ષ 2021-2022 નું ડ્રાફ્ટ બજેટમાં કોરોનાની અસરના પગલે બજેટના કદ મા ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. આ વર્ષે મ્યુનિસિપલ કમિશનરે રજુ કરેલા ૧૪૩૨ કરોડ રૂપિયાનો ઘટાડો કરાયો છે.

AMC બજેટ પર કોરોના ઇફેક્ટ! ગત વર્ષના બજેટ કરતા 1432 કરોડનું કદ ઘટ્યું, જુઓ શહેરમાં કેવો થશે વિકાસ 

આ પણ વાંચો :ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાઈ 2 વર્ષની રુહી, આ રીતે થયો બાળકીનો અદભૂત બચાવ

ચાલુ વર્ષે AMC દ્વારા 7475 કરોડ નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે, જેમાં અમદાવાદની જનતા માટે મોટા વાયદાઓ કરવામાં આવ્યા છે. આ બજેટ ના મુખ્ય હાઇલાઇટની વાત કરવામાં આવે તો, અમદાવાદીઓ પર કોઈ પણ પ્રકારનો કરવેરો ઝીકવામાં આવ્યો નથી અને નવા પ્રોજેક્ટો જાહેર કરવામાં આવ્યા નથી. આ સાથે મનપાએ પ્રગતિમાં રહેલા પ્રોજેક્ટો ને પૂર્ણ કરવામાં ભાર આપ્યો છે.

AMC દ્વારા બજેટમાં કરાયેલા વાયદાઓને જોઈએ તો,

  • 2021-22 વિકાસના કામો માટે 3562.50 કરોડની જોગવાઈ
  • વિકાસના કામો માટે ટ્રાન્સફર કરાયેલા 1425 કરોડ કરવામાં આવ્યા
  • 10 કરોડના ખર્ચે ગાંધી આશ્રમનો વિકાસ થશે
  • હાઉસીંગ ફોર ઓલ માટે 20489 આવાસો બનાવવાનો પ્રોજેકટ
  • રેવન્યુ ખર્ચ 3912.50 કરોડનો અંદાજ જે ગત વર્ષ કરતા 5.63 ટકા ઘટ્યો
  • બોપલ ઘુમા ચિલોડા કઠવાડા ના વિકાસ માટે 110 કરોડની જોગવાઈ
  • 120 કરોડના ખર્ચે વીએસ 95 કરોડ માટે શારદાબેન અને 115 કરોડ એલ જે હોસ્પિટલ માટેની જોગવાઈ
  • 11 નવા અર્બન હેલ્થ સેન્ટર માટે 15 કરોડની જોગવાઈ
  • 310 કરોડ ના ખર્ચે નવા 4 ફ્લાય ઓવર બ્રિજ
  • ઘોડાસર સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ,
  • પલ્લવ પ્રગતિનગર જંકશન ફ્લાય ઓવર બ્રીજ,
  • સતાધાર ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રિજ
  • નરોડા પાટિયા ફ્લાય ઓવર બ્રિજ
  • અર્બન ટ્રાન્સપોર્ટ માટે AMTSની 700 બસો અને ajlની 250 બસો,મળી કુલ 950 બસો
  • કુલ નવી 150 મીની બસો, બી આર ટી એસ માટે 150 મીની ઇલેક્ટ્રોનિક બસો ખરીદાશે
  • કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયમ માટે 30 કરોડની જોગવાઈ
  • પશ્ચિમ ઝોન ચાંદખેડામાં કોમ્યુનિટી હોલ,ઉત્તર પશ્ચિમ ઝોન ગોતા ચંદલોડિયા વોર્ડમાં કોમ્યુનિટી હોલ
  • સાઈઝૂલેલલ ઓડિટોરિયમ કમ બેંકવેટ હોલ
  • ફાયર કવાર્ટર અને સ્ટેશન માટે રૂ.16.50 કરોડ, ગોતામા નવું ફાયર સ્ટેશન બનશે
  • શહેરમા નવા 8 ટેનિસ કોર્ટ બનવવાવામાં આવશે
  • કોર્પોરેશનના સરકારી પ્લોટ વેચીને 1000 કરોડના ભંડોળનો લક્ષ્યાંક
  • આગામી વર્ષે 19 જેટલા સ્માર્ટ વોટર એટીએમ બનવામાં આવશે.

આ પણ વાંચો :સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ હશે એનવી રમન્ના, વર્તમાન CJIએ અનુગામીનું મોકલ્યું નામ

આ પણ વાંચો :  મહિલાના ગળામાંથી ચેન ઝૂંટવી શખ્સ ફરાર, CCTV માં ઘટના થઇ કેદ