Not Set/ ગુજરાતમાં યુવતી-સગીરાઓ અસલામત, છરી બતાવીને પ્રેમ સંબંધ બાંધવા આપી ધમકી

અમદાવાદ, ગુજરાતમાં હવે યુવતીઓ સલામત નહીં હોય તેમ બળાત્કારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં 5 વર્ષની બાળકી સાથે અડપલાની તથા વાડજમાં ધર્મની માનેલી બહેનને છરી બતાવીને શારીરિક અડપલા કર્યા બાદ યુવાને પ્રેમસંબંધ બાંધવા દબાણ કર્યાની ઘટના સામે આવી છે. શહેરના વાડજ વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા સ્કૂલેથી ઘરે જતી હતી. ત્યારે […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 136 ગુજરાતમાં યુવતી-સગીરાઓ અસલામત, છરી બતાવીને પ્રેમ સંબંધ બાંધવા આપી ધમકી

અમદાવાદ,

ગુજરાતમાં હવે યુવતીઓ સલામત નહીં હોય તેમ બળાત્કારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં 5 વર્ષની બાળકી સાથે અડપલાની તથા વાડજમાં ધર્મની માનેલી બહેનને છરી બતાવીને શારીરિક અડપલા કર્યા બાદ યુવાને પ્રેમસંબંધ બાંધવા દબાણ કર્યાની ઘટના સામે આવી છે.

શહેરના વાડજ વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા સ્કૂલેથી ઘરે જતી હતી. ત્યારે તેનો ધર્મનો ભાઈ સંજય તથા તેના બે મિત્રો આવ્યા હતા. તેમજ સંજયે છરી બતાવીને સગીરા સાથે શારીરિક અડપલા કરીને પ્રેમસંબંધ બાંધવા દબાણ કર્યું હતું.

આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે. આ ઉપરાંત શહેરના સરદારનગર વિસ્તારમાં 5 વર્ષની સગીરા સાથે એક યુવાને અડપલા કર્યા હતા. આ અંગેની ફરિયાદ થતા પોલીસે યુવાનને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.