Not Set/ અમદાવાદ: રામોલમાં થયેલ ચકચાર ભર્યો હત્યાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં થોડા સમય પહેલા થયેલ હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચ ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે અને એક કિશોર આરોપીની ધરપકડ કરીને કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, રામોલ વિસ્તારમાં હીરાલાલ દેવરામભાઈ ખટીક હીરાનું કારખાનું ચલાવતા હતા. જે દરમિયાનમાં મોબાઇલ ચોરી થવાના કારણે હીરાલાલ કારખાનામાં કામ કરતા બે કિશોરો પર ચોરીની શંકા […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 267 અમદાવાદ: રામોલમાં થયેલ ચકચાર ભર્યો હત્યાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ,

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં થોડા સમય પહેલા થયેલ હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચ ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે અને એક કિશોર આરોપીની ધરપકડ કરીને કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, રામોલ વિસ્તારમાં હીરાલાલ દેવરામભાઈ ખટીક હીરાનું કારખાનું ચલાવતા હતા. જે દરમિયાનમાં મોબાઇલ ચોરી થવાના કારણે હીરાલાલ કારખાનામાં કામ કરતા બે કિશોરો પર ચોરીની શંકા દાખવી માર માર્યો હતો.

બસ આ જ બાબતોનો રંજ રાખીને કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરે સાત મહિના પછી હીરાલાલ ખટીકની હત્યાનું કાવતરૂં ઘડ્યું અને હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આ અંગેની માહિતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મળતા ક્રાઈમ બ્રાન્ચે તપાસનો તખ્તો  તૈયાર કર્યો હતો. જેમાં હત્યાને અંજામ આપીને કાયદાના સંઘર્ષમાં આવેલા બંને કિશોરો ઉત્તર પ્રદેશનાં ગાજીપુરમાં છુપાઈને બેઠા હોવાની હકીકત પોલીસની સામે આવી હતી.

જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે હત્યાને અંજામ આપનાર બંને કિશોરોની અટકાયત કરી હતી અને રામોલમાં થયેલા હીરાલાલ ખટીકના હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.