Not Set/ અમદાવાદ: કાંકરિયાની પાર્કિંગ સમસ્યા, ૨૮ કરોડના ખર્ચે બનાવાયેલું પાર્કિંગ બંધ

અમદાવાદ. 27 જુલાઈ 2018. અમદાવાદમાં કાંકરિયા ખાતે ૨૮ કરોડના ખર્ચે બનાવાયેલું પાર્કિંગ ઘણા સમયથી બંધ હાલતમાં છે. હાઈકોર્ટની ટકોર બાદ સફાળા સાથે જાગેલા તંત્રે સમગ્ર અમદાવાદમાં ટ્રાફિકના મુદ્દે કડક પગલા લીધા છે. પરંતુ ક્યાંક તંત્રની પોતાની ભૂલના લીધે પણ દીવા તળે અંધારાની સ્થિતિ જોવા મળી રહી છે. કાંકરિયા ખાતે મલ્ટીલેવલ પાર્કીંગના જૂના કોન્ટ્રાક્ટની મુદત પુર્ણ […]

Top Stories Ahmedabad Gujarat
jhgajkgjahgfjh અમદાવાદ: કાંકરિયાની પાર્કિંગ સમસ્યા, ૨૮ કરોડના ખર્ચે બનાવાયેલું પાર્કિંગ બંધ

અમદાવાદ.
27 જુલાઈ 2018.

અમદાવાદમાં કાંકરિયા ખાતે ૨૮ કરોડના ખર્ચે બનાવાયેલું પાર્કિંગ ઘણા સમયથી બંધ હાલતમાં છે. હાઈકોર્ટની ટકોર બાદ સફાળા સાથે જાગેલા તંત્રે સમગ્ર અમદાવાદમાં ટ્રાફિકના મુદ્દે કડક પગલા લીધા છે. પરંતુ ક્યાંક તંત્રની પોતાની ભૂલના લીધે પણ દીવા તળે અંધારાની સ્થિતિ જોવા મળી રહી છે. કાંકરિયા ખાતે મલ્ટીલેવલ પાર્કીંગના જૂના કોન્ટ્રાક્ટની મુદત પુર્ણ થઇ ગઇ હોવાથી નવુ ટેન્ડર બહાર પાડવાની જરૂરિયાત ઉભી થઇ છે. પરંતુ તંત્ર વહેલું ટેન્ડર કરવાનુ ભુલી જતા બે મહિનાથી પાર્કિંગ બંધ હાલતમાં છે. આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે

hdajkhakha અમદાવાદ: કાંકરિયાની પાર્કિંગ સમસ્યા, ૨૮ કરોડના ખર્ચે બનાવાયેલું પાર્કિંગ બંધ“પાર્કિંગની કામગીરી તારીખ 14/62013 થી ખાનગી કંપનીને આપવામાં આવી હતી. જેની મુદ્દત 2/6/2018 ના રોજ સમાપ્ત થઈ હતી. અત્યારે ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે, જેથી ઓટોમેટિક પાર્કિંગ વ્યવસ્થા બંધ છે. જયારે મેન્યુઅલ પાર્કિંગ ચાલુ છે. મલ્ટી લેવલ પાર્કિંગનું ટેન્ડર તાત્કાલિક થાય તેવી કમિશ્નરશ્રીને જાણ કરવામાં આવી છે.

એક તરફ અમદાવાદ કોર્પોરેશન પાર્કિંગ મુદ્દે શહેરીજનોને નોટીસ પાઠવી રહ્યુ છે, તો દીવા તળે અંધારુ હોય તેમ કોર્પોરેશનનું કાંકરિયાનુ મલ્ટીલેવલ પાર્કીંગ બે મહિનાથી બંધ છે. તંત્ર વહેલુ ટેન્ડર કરવાનું ભુલી જતા આ પરિસ્થિતિ સર્જાઇ છે.

આપણે જણાવી દઈએ કે હાઈકોર્ટની ટકોર બાદ સફલા જાગેલા કોર્પોરેશને પાર્કિંગને લઇ રાજપથ ક્લબ સીલ કરી હતી. તો અન્ય 700 ઇમારતોને નોટિક આપી યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા કરવાની તાકીદ કરી હતી. નિયત પાર્કિંગમાં પાર્ક કરવાની સલાહ મહાનગરપાલિકા નાગરીકોને આપી રહ્યું છે, પરંતુ તંત્ર ખુદ પાર્કીંગની યોગ્ય સુવિધા આપવામા નીષ્ફળ જઇ રહ્યુ છે. અધિકારીઓની બેદકરાીને કારણે કાંકરિયાનુ મલ્ટીલેવલ પાર્કીંગ બે માસથી બંધ છે. જુના કોન્ટ્રાક્ટરની મુદત પુર્ણ થઇ ગઇ હોવાથી નવુ ટેન્ડર પાડવામા આવશે. જેને કારણે હાલ આ પાર્કીંગ બંધ છે.

જયારે અહીં પ્રશ્ન એ થાય કે શા માટે ટેન્ડર પ્રક્રીયા પહેલા કરવામા ન આવી? આ ભુલ કરનાર અધિકારી સામે પગલા લેવાશે કે કેમ?

કાંકરિયા પાર્કીંગનુ આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યુ હતુ આ .પાર્કીંગ ૨૮ કરોડના ખર્ચે બનાવામાં આવ્યું હતું. આ પાર્કિંગનો હેતુ પાર્કીંગની સમસ્યા નીવારવાનો હતો. પરંતુ લોકો વિદેશમા જોવા મળતા આ પ્રકારના પાર્કીંગથી ટેવાયેલા નહી હોવાથી આ પ્રોજેક્ટ લગભગ નીષ્ફળ ગયો છે.

7 માળના આ પાર્કીંગમા 250 ફોર વ્હીલ, તેમજ ટુ વ્હીલસ પાર્ક થઇ શકે છે. પરંતુ બહુ ઓછા વાહનો અહી પાર્ક થતા જોવા મળે છે. થોડા મહિના પહેલા પણ ટેકનીકલ કારણોસર પાર્કીંગ બંધ રાખવામા આવ્યુ હતુ અને એ પહેલા કોન્ટ્રાક્ટરને ફી નહી ચુકવી હોવાથી બંધ રહ્યુ હતુ.

આમ છાસવારે કોઇને કોઇ કારણસર પાર્કીંગ બંધ રહેલ છે તો હવે ટેન્ડર પ્રક્રિયા બાદ જ અહીં પાર્કિંગ શરુ કરશે.
શહેરમાં એક તરફ પાર્કિંગને લઈને ડ્રાઈવ ચાલી રહી છે. ત્યારે બીજી તરફ આ મોટા પાર્કિંગ બંધ થયા છે. ત્યારે બીજી તરફ AMC ના અધિકારીઓ સામે પણ સવાલ થઈ રહયા છે.