Ahmedabad/ અમદાવાદીઓએ માસ્ક નહિ પહેરવા બદલ ભર્યો 1 કરોડથી વધુનો દંડ

ટ્રાફિક પોલીસે બેદરકાર અમદાવાદીઓ સામે લાલ આંખ કરી છે. શહેર ટ્રાફિક પોલીસ હવે માત્ર વાહનની બેદરકારી નહિ પરંતુ માસ્ક પહેર્યા વગર વાહન પર બહાર નીકળો તેના સામે પણ કાર્યવાહી કરે છે

Top Stories Ahmedabad Gujarat
popular 9 અમદાવાદીઓએ માસ્ક નહિ પહેરવા બદલ ભર્યો 1 કરોડથી વધુનો દંડ

@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ 

કોરોના મહામારી ચાલી રહી છે કોરોનાની કોઈ વેક્સીન મળી નથી ત્યારે કોરોનાનો ઈલાજ અત્યારે માત્ર માસ્ક જ છે. પરંતુ ઘણા બેદરકાર અમદાવાદીઓ હજી પણ માસ્ક પહેરતા નથી. ટ્રાફિક વિભાગ દ્વારા આવા અમદાવાદીઓ પાસેથી છેલ્લા ૩ માસમાં ૧ કરોડથી વધારેની રકમનો દંડ વસુલી લીધો છે

  • અમદાવાદીઓ છે બેદરકાર
  • કોરોનાને લઈને છે બેદરકાર
  • હજી પણ તમામ અમદાવાદીઓ નથી પહેરતા માસ્ક

ટ્રાફિક પોલીસે બેદરકાર અમદાવાદીઓ સામે લાલ આંખ કરી છે. શહેર ટ્રાફિક પોલીસ હવે માત્ર વાહનની બેદરકારી નહિ પરંતુ માસ્ક પહેર્યા વગર વાહન પર બહાર નીકળો તેના સામે પણ કાર્યવાહી કરે છે. ગત જુન માસથી ટ્રાફિક પોલસને આ કામગીરી સોપવામાં આવી છે ત્યારથી અત્યાર સુધી ટ્રાફિક પોલીસે ૫૨ હજાર લોકો સામે કાર્યવાહી કરી તેની પાસેથી ૧ કરોડથી વધારેની રકમનો દંડ વસુલી લીધો છે.

  • જુન માસમાં ૧૫૦૯૬ મેમો આપી ૩૦૧૯૨૦૦ નો દંડ વસુલવામાં આવ્યો
  • જુલાઈ માસમાં ૨૮૭૩૫ મેમો આપી ૫૭૪૭૦૦૦ નો દંડ વસુલવામાં આવ્યો
  • ઓગસ્ટ માસમાં ૨૪૪૩ મેમો આપી ૧૩૫૫૭૦૦ નો દંડ વસુલાયો
  • સપ્ટેમ્બર માસમાં ૫૫૧૪ મેમો આપી ૫૫૧૪૦૦૦ નો દંડ લેવામાં આવ્યો
  • જયારે ચાલુ માસમાં અત્યાર સુધી ૧૩૨૫ મેમો બનાવી ૧૩૨૫૦૦૦ રૂપિયા વસુલવામાં આવ્યા  

પોલીસે કરોડો રૂપિયાનો દંડ વસુલી રહી છે પરંતુ બેદરકાર વાહન ચાલકોને  ટ્રાફિક પોલીસ મેસેજ આપી રહી છે કે સરકારની ગાઈડ લાઈનનું પાલન કરે. તો જયારે રોડ પર ટ્રાફિક પોલીસ વહન રોકે ત્યારે પાક્કા અમદાવાદીઓ અલગ અલગ બહાના બતાવી બચવા પ્રયાસ કરતા હોય છે. પોલીસ કહી રહી છે કે બાઈક પર વાહન ચાલક હોય તેને રોકે એટલે બહાના બતાવે છે કે માસ્ક તૂટી ગયું, ભુલાઈ ગયું , હમણાં જ માસ્ક ઉતાર્યું અને પોલીસે રોકી લીધા જયારે ફોર વ્હીલમાં  જતા લોકો પોલીસ સામે દલીલ કરતા કહે છે કે એક જ પરિવારના સભ્યો છીએ ઘરમાં સાથે રહીએ છીએ ત્યારે માસ્ક નથી પહેરતા જેથી વાહન ચલાવવામાં પણ માસ્ક નથી પહેરતા.

તો આમ માત્ર ટ્રાફિક વિભાગ દ્વારા જ ૫૨ હજારથી વધારે મેમો બનાવી ૧ કરોડથી વધારેની રકમ વસુલી લીધી છે પરંતુ અન્ય પોલીસ વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરી કરોડો રૂપિયાની દંડ વસુલવામાં આવ્યો છે આવા સંજોગોમાં શહેરીજનોએ જ્યાં સુધી વેક્સીન ના સોધાય જાય ત્યાં સુધી ફરજીયાત માસ્ક પહેરવું હિતાવહ છે