Ahmedabad News/ અમદાવાદ રેલવેમાં લોકાર્પણ વિવાદ: DRM વેદ પ્રકાશે કંટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન, સાંસદ દિનેશ મકવાણાએ માંગ્યો ખુલાસો

અમદાવાદ રેલવેના અત્યાધુનિક કંટ્રોલ સેન્ટરના લોકાર્પણને લઈને વિવાદ સર્જાયો છે. DRM વેદ પ્રકાશે (DRM Ved Prakash) જનપ્રતિનિધિઓને જાણ કર્યા વગર ઉદ્ઘાટન કર્યું હોવાના આક્ષેપ વચ્ચે સાંસદ દિનેશ મકવાણાએ ખુલાસો માંગવાની અને રેલ મંત્રી સમક્ષ રજૂઆત કરવાની વાત કરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
DRM Ved Prakashના લોકાર્પણ નિર્ણય સામે સાંસદ દિનેશ મકવાણાનો વિરોધ

Ahmedabad News: અમદાવાદ રેલવે વિભાગ (Ahmedabad Railway)માં અત્યાધુનિક કંટ્રોલ સેન્ટરના લોકાર્પણને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. અમદાવાદ ડિવિઝનના DRM વેદ પ્રકાશે (DRM Ved Prakash) કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કર્યા બાદ રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચા શરૂ થઈ છે. આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક જનપ્રતિનિધિઓને અગાઉથી જાણ કરવામાં આવી ન હોવાનું સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે.

માહિતી મુજબ, કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ DRM વેદ પ્રકાશ (DRM Ved Prakash) દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય, સાંસદ તેમજ સંબંધિત મંત્રીઓને આમંત્રણ અથવા સત્તાવાર જાણ કરવામાં આવી નહોતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ખાસ કરીને રેલ મંત્રીની સંભવિત મુલાકાત પહેલાં જ લોકાર્પણ કરી દેવામાં આવ્યું હોવાને કારણે સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

આ મુદ્દે સ્થાનિક જનપ્રતિનિધિઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેઓનું કહેવું છે કે જાહેર મહત્વના પ્રોજેક્ટના લોકાર્પણ જેવા કાર્યક્રમોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને માહિતી આપવી અને તેમને સામેલ કરવું જરૂરી હોય છે. આ પ્રક્રિયાનું પાલન ન થતાં વહીવટી કામગીરી પર સવાલો ઊભા થયા છે.

DRM Ved Prakashના નિર્ણય સામે સાંસદ દિનેશ મકવાણા નારાજ

આ દરમિયાન સાંસદ દિનેશ મકવાણા (Dinesh Makwana)એ પણ મામલાને ગંભીર ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે સમગ્ર ઘટનામાં DRM પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવશે. સાથે જ લોકાર્પણ અંગે સ્થાનિક જનપ્રતિનિધિઓને જાણ કેમ કરવામાં આવી નહીં અને આ નિર્ણય કયા આધારે લેવામાં આવ્યો તે અંગે પણ જવાબ માંગવામાં આવશે.

સાંસદે વધુમાં જણાવ્યું કે સમગ્ર મામલે રેલ મંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે જેથી આવી પરિસ્થિતિ ફરી સર્જાય નહીં અને ભવિષ્યમાં જાહેર પ્રોજેક્ટના કાર્યક્રમોમાં યોગ્ય પ્રક્રિયાનું પાલન થાય.હાલ આ સમગ્ર ઘટનાને લઈને રેલવે વિભાગની કામગીરી અને સંકલન પ્રક્રિયા અંગે ચર્ચા ચાલી રહી છે. હવે વિભાગ તરફથી શું સ્પષ્ટતા આપવામાં આવે છે અને રેલ મંત્રાલય આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો:અમદાવાદ રેલવે સ્ટેશન પર નકલી IPS ઝડપાયો: પોલીસને ધમકી આપી રોફ જમાવનાર આરોપીની ધરપકડ

આ પણ વાંચો:અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોને “રોકડ રાખવી પ્રતિબંધિત” કહીને ઠગતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

આ પણ વાંચો:અમદાવાદ રેલવે સ્ટેશન પર હવે આ ટિકિટ મળશે નહી, તપાસ કરીને જજો