Accident/ અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત

અમદાવાદમાં આજે વહેલી સવારે દારૂ ભરેલી ફોર્ચ્યુનર અને થાર કાર એસ પી રીંગ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે…………

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 2024 07 01T075523.119 અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત

Ahmedabad News: અમદાવાદના એસપી રીંગ રોડ પર ગોઝારો અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. દારૂથી ભરેલી ફોર્ચ્યુનર અને થાર કાર અથડાતાં દુર્ઘટના સર્જાયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં આજે વહેલી સવારે દારૂ ભરેલી ફોર્ચ્યુનર અને થાર કાર એસ પી રીંગ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ ફોર્ચ્યુનર કાર વિદેશી દારૂથી ખીચોખીચ ભરેલી હતી. ત્યારે થાર કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. કારમાં બેઠેલા 3 વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. કહેવાય છે કે આ અકસ્માત ગત વર્ષે સર્જાયેલા તથ્ય પટેલ કેસ કરતાં પણ મોટો છે. મોતનો આંકડો હજી વધવાની આશંકા જણાઈ રહી છે.

WhatsApp Image 2024 07 01 at 7.53.37 AM અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત

અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી. સ્થાનિકોની મદદના કારણે કેટલાય લોકોના જીવ બચી શક્યા હતા. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે.

ત્યારે સવાલો ઊભા થાય છે કે કાર ચાલકોને પોલીસ કે પ્રશાસનનો કોઈ ડર નથી? શું પોલીસ દારૂ ભરેલી કારનો પીછો કરી રહી હતી? દારૂ ભરેલી કાર કોની હતી? દારૂનો જથ્થો કોને અને ક્યાં આપવાનો હતો? દારૂનો જથ્થો અમદાવાદ સુધી કેવી રીતે આવ્યો? નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર કોણ રહેશે? પોલીસ, તંત્ર, કાર ચાલક કે પછી મૃતકો પોતે જ?



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Zomatoમાંથી મંગાવ્યું વેજ અને મળ્યું નોન-વેજ….

આ પણ વાંચો:ગુજરાતમાં ભારે ગરમી બાદ સાર્વત્રિક વરસાદ

આ પણ વાંચો:અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ