વિવાદ/ The Kerala Storyના નિર્માતા પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ અરજી

ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો છે. એક તરફ કેરળ અને તમિલનાડુ બાદ પશ્ચિમ બંગાળમાં પણ ફિલ્મ બતાવવા સામે કાર્યવાહી કરવામાં આવી છે તો મધ્યપ્રદેશ બાદ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે.

Top Stories India
The Kerala Storyના નિર્માતા

The Kerala Storyના નિર્માતાઓએ પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળની મમતા સરકારે રાજ્યમાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફિલ્મ નિર્માતાઓએ તેમની અરજીમાં તમિલનાડુ સરકાર રાજ્યમાં ફિલ્મ દર્શાવતા સિનેમા હોલને સુરક્ષા પૂરી પાડવાની પણ માગ કરી છે. કારણ કે તાજેતરમાં તમિલનાડુના ઘણા થિયેટરોએ કહ્યું હતું કે તેઓ ફિલ્મ બતાવવાથી ડરે છે. ઘણી સંસ્થાઓએ આમ કરવા પર ચેતવણી જારી કરી છે. સુપ્રીમ કોર્ટ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કરતા કેરળ હાઈકોર્ટના આદેશ સામેની અપીલ પર પણ સુનાવણી કરશે.

ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો છે. એક તરફ કેરળ અને તમિલનાડુ બાદ પશ્ચિમ બંગાળમાં પણ ફિલ્મ બતાવવા સામે કાર્યવાહી કરવામાં આવી છે તો મધ્યપ્રદેશ બાદ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે. આ ફિલ્મમાં ત્રણ મહિલાઓની ટ્રેજડી બતાવવામાં આવી છે. જેઓ લગ્ન બાદ ઇસ્લામ કબૂલ કરીને ISISના કેમ્પમાં સ્મગલિંગ કરવામાં આવે છે. આ ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની મુખ્ય ભૂમિકામાં છે.

‘ધ કેરળ સ્ટોરી’ પર હોબાળો

એક તરફ, ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ બોક્સ ઓફિસ પર સતત સારી કમાણી કરી રહી છે, પરંતુ ઘણા રાજ્યોમાં ફિલ્મને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે રાજ્યમાં આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના કોઈપણ સિનેમા હોલમાં આ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે નહીં. સીએમ મમતા બેનર્જીએ પોતે આ ફિલ્મને ધાર્મિક લાગણીઓ વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ ફિલ્મને આરએસએસનો પ્રચાર ગણાવ્યો છે. તમિલનાડુમાં ઘણા થિયેટર માલિકોએ વિરોધ અને તોડફોડના ડરથી ફિલ્મ રિલીઝ કરી ન હતી.

નિર્માતા પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

ફિલ્મ The Kerala Storyના નિર્માતા પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રાજ્યમાં લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે સરકારના નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરી છે. આ ઉપરાંત, અરજીમાં તામિલનાડુ સરકારને રાજ્યમાં ફિલ્મો દર્શાવતા સિનેમા હોલને સુરક્ષા પ્રદાન કરવાની માંગ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કરતા કેરળ હાઈકોર્ટના આદેશ સામે પણ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે 15 મેના રોજ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કરતા કેરળ હાઈકોર્ટના વચગાળાના આદેશ સામે અપીલની યાદી આપી છે.

આ પણ વાંચો:બંગાળમાં ‘ધ કેરળ સ્ટોરી’ પર પ્રતિબંધ, મમતા બેનર્જીએ કહ્યું- બગડી શકે છે કાયદો અને વ્યવસ્થા

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ મુર્મુના હેલિકોપ્ટર સાથે ફાર્માસિસ્ટે ક્લિક કરી તસવીર, કરાયા સસ્પેન્ડ

આ પણ વાંચો:રશિયા પાસે છે અબજો ભારતીય રૂપિયા,પણ નથી કરી શકતું તેનો ઉપયોગ: જાણો શું છે કારણ

આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રીએ સોનિયા ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ, કહ્યું કે તેઓ દેશને જોખમમાં મૂકી રહ્યા છે