Not Set/ હાર્દિકના ઉપવાસ મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા, હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત અને રાજકીય છે: સૌરભ પટેલ

અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા હાર્દિકના ઉપવાસને અનુલક્ષીને રાજ્યમંત્રી સૌરભ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને હાર્દિકનું આંદોલન કોગ્રેસ પ્રેરીત છે. હાર્દિકની તબીયત અંગે રાજ્ય સરકાર ચિંતીત છે અને તેની વ્યવસ્થા માટે સરકાર ડોક્ટરની ટીમ તૈનાત કરવામાં આવી છે. તેવી વાત કરતા સૌરભ પટેલે જણાવ્યું હતું, કે ગુજરાત સરકાર ખેડૂતો માટે અનેક યોજના બનાવી ચૂકી […]

Top Stories Ahmedabad
mantavya 8 હાર્દિકના ઉપવાસ મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા, હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત અને રાજકીય છે: સૌરભ પટેલ

અમદાવાદ,

રાજ્ય સરકાર દ્વારા હાર્દિકના ઉપવાસને અનુલક્ષીને રાજ્યમંત્રી સૌરભ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને હાર્દિકનું આંદોલન કોગ્રેસ પ્રેરીત છે. હાર્દિકની તબીયત અંગે રાજ્ય સરકાર ચિંતીત છે અને તેની વ્યવસ્થા માટે સરકાર ડોક્ટરની ટીમ તૈનાત કરવામાં આવી છે. તેવી વાત કરતા સૌરભ પટેલે જણાવ્યું હતું, કે ગુજરાત સરકાર ખેડૂતો માટે અનેક યોજના બનાવી ચૂકી છે. હાર્દિકનું આ આંદોલન સંપૂર્ણ રીતે રાજકીય છે.

ઉર્જામંત્રી સૌરભ પટેલે આ વિશે જણાવ્યું હતું કે,

હાર્દિક પટેલ ઘણાં સમયથી ઉપવાસ પર બેઠા

હાર્દિક પટેલ ડૉક્ટરની વાત માનતા નથી

અમે ચિંતિત છીએ અને ડૉક્ટરની સલાહ લે: સૌરભ પટેલ

સરકારે ડોક્ટરની ટીમ સાથે બધી વ્યવસ્થા કરી છે

અમે ઈચ્છા રાખીએ હાર્દિક સહકાર આપે

અમે પહેલા પણ કીધું હતું કે આ કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે

જેટલા આવેદનો આપ્યા જિલ્લા કક્ષાએ તમામ કોંગ્રેસના લોકોના

જે આવેદન આપે છે તેમાં અનામતનો ઉલ્લેખ નથી હોતો

સરકારે બિન અનામત નિગમ બનાવ્યું છે

જેના માટે સરકારે મોટું બજેટ પણ ફાળવ્યું છે

સરકાર ખેડૂતોને તમામ રીતે તેમની સાથે છે

સરકારે ટપક પધ્ધતિ માટે સહાય કરી છે

આવતા દિવસોમાં ખેડૂતોનો ખર્ચ કેમ ઘટે, સાથે અમે તેમની સાથે રહીશું

પાટીદાર સમાજનો આભાર માનીએ છીએ,એ લોકો શાંતિ જાળવી છે

રાજ્ય સરકાર દરેક ક્ષેત્રે સમાજના પ્રશ્નો સાંભળે છે

બંધારણ પ્રમાણે જે થઇ શકે છે તે કરીશુ

રાજ્ય સરકાર ખેડૂતો માટે કામ કરે છે, તેમની ચિંતા કરે છે

સરકાર ખેડુતો પાછળ કરોડો રૂપિયા વાપરે છે

અનામત વખતે પાટીદાર નેતાઓ સાથે મિટિંગ કરી હતી

તેમને કોર્ટ અને બંધારણ સાથે ચર્ચા પણ કરી હતી

હજુ પણ તે લોકો ચર્ચા માટે આવશે તો સરકાર ચર્ચા કરશે

ઉપવાસને લઈને હાર્દિક હજુ પણ મક્કમ, 24 કલાક એમ્બ્યુલન્સ, 4 કર્મચારી તૈનાત