AMC/ અમદાવાદ શાહીબાગ પોલીસે અસારવામાં DyMC પર હુમલાના ગુનામાં પાંચની ધરપકડ કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અતિક્રમણ હટાવવાને લઈને ઝુંબેશ દરમ્યાન તોફાની ટોળાએ AMC ટીમ અને સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DyMC) રેમ્યા ભટ્ટ પર હુમલો કર્યો. શાહીબાગ પોલીસે પાંચની ધરપકડ કરી.

Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 10 27T152518.976 અમદાવાદ શાહીબાગ પોલીસે અસારવામાં DyMC પર હુમલાના ગુનામાં પાંચની ધરપકડ કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અતિક્રમણ હટાવવાને લઈને ઝુંબેશ તેજ કરી. આ ઝુંબેશ દરમ્યાન તોફાની ટોળાએ AMC ટીમ અને સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DyMC) રેમ્યા ભટ્ટ પર હુમલો કર્યો. અસારવા વિસ્તારમાં અતિક્રમણ હટાવવાને લઈને AMC ટીમ કામગીરી કરી રહી હતી ત્યારે જ તોફાની તત્વો ઉગ્ર બન્યા હતા. તોફાની ટોળાએ AMC ટીમ પર હુમલો કરતા શાહીબાગ પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી.

બુધવારે સાંજે અતિક્રમણ હટાવવાને લઈને એએમસી ટીમ અસારવા પંહોચી હતી. જ્યાં વિક્રેતાઓનું જૂથ કોઈ બાબતે નારાજ થતા સ્થળ પર હાજર અધિકારીઓ સાથે હાથપાઈ પર ઉતરી આવ્યું હતું. આ મામલે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાગર પિલુચિયાએ ગુરુવારે શાહીબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી. તેમની ફરિયાદના આધારે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી. આ ઘટનાને લઈને શાહીબાગ પોલીસે કાર્યવાહીને લઈને માહિતી આપતા જણાવ્યું કે અધિકારી પર કરેલ હુમલામાં 16 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં સાત અજાણ્યા છે.

શાહીબાગ પોલીસે DyMC પર હુમલામાં પાંચ લોકોની ધરપકડ કરી. આ પાંચ લોકો કનુ ઠાકોર (43), નરેશ રાવત (40), સંદિપ મરાઠી (32), અંકિત ઠાકોર (21) અને જગદીશ ઝાલા (40, બધા અસારવાના રહેવાસી છે. એફઆઈઆરમાં ફરિયાદીએ  જણાવાયું છે કે બુધવારે સાંજે ટીમ સિવિલ હોસ્પિટલ નજીક અતિક્રમણ હટાવવાના અભિયાન પર હતી. જ્યાં ટીમે પહેલા સ્થાનિક વિક્રેતાઓને વિસ્તાર છોડવા કહ્યું, પરંતુ તેઓ સ્થાન છોડવાના બદલે દલીલ કરવા લાગ્યા. જ્યારે DyMC ભટ્ટે એક હાથગાડીને હટાવવાનો આદેશ આપતા હાજર વિક્રેતા કનુ ઠાકોરે તેમના પર હુમલો કર્યો અને તેમને ધમકી આપી હતી કે તેઓ તેમને છોડશે નહીં. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ બોલાવવામાં આવી.  જો કે પોલીસ આવતા ટોળું નાસી છૂટ્યું હતું.

ટોળાએ AMCની ટીમ પર પણ પથ્થરમારો કર્યો હતો. નારાજ જૂથે હુમલામાં ઘાતક શસ્ત્રો સાથે જાહેર સેવકને તેની ફરજથી રોકવા માટે ઇજા પહોંચાડવા પ્રયાસ કર્યો. આથી આ ઘટનામાં વિક્રેતા જૂથ સામે ગેરકાયદેસર એકત્રિત થઈ હુલ્લડ અને હત્યાનો પ્રયાસ તેમજ જાહેર સેવકને તેની ફરજથી રોકવા માટે ઇજા પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 અમદાવાદ શાહીબાગ પોલીસે અસારવામાં DyMC પર હુમલાના ગુનામાં પાંચની ધરપકડ કરી


આ પણ વાંચો : Icecream/ ભારતમાં આઇસક્રીમ માર્કેટમાં છે જબરજસ્ત વિકાસની સંભાવના

આ પણ વાંચો : Canada Visa/ કેનેડા જવા માગતા લોકો માટે સારા સમાચાર,’ 7-10 દિવસમાં મળશે વિઝા’

આ પણ વાંચો : Indian Mobile Congress/ ભારત 6Gમાં વર્લ્ડ લીડર બનશેઃ PM મોદી