Ahmedabad/ શાહપુર પોલીસે 800કિલોગ્રામ પશુમાંસનો જથ્થો ઝડપી પાડયો

શાહપુર પોલીસે 800કિલોગ્રામ પશુમાંસનો જથ્થો ઝડપી પાડયો.

Ahmedabad
crime શાહપુર પોલીસે 800કિલોગ્રામ પશુમાંસનો જથ્થો ઝડપી પાડયો
@રીઝવાન શેખ, અમદાવાદ
અમદાવાદના મિર્જાપુરમાં આવેલા મટન માર્કેટ પાસેના જાહેર રોડ પર  શાહપુર પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને 800 કિલોગ્રામ પશુ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે, એક આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે મુદ્દામાલના સ્વરૂપમાં 800 કિલોગ્રામ પશુમાસનો જથ્થો અને એક લોડિંગ રીક્ષા કબ્જે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિગતવાર ચર્ચા કરીએ તો , શાહપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ શેલેષભાઈ ગોવિંદભાઇ તેમજ તેમની ટીમ જયારે પીસીઆર વેન મારફતે પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ખાનગી બાતમી મળી હતી કે મીરજાપુર મટન માર્કેટમાં એક લોડિંગ રીક્ષા આવાની છે જેમાં પશુ માંસ હશે.

પોલીસે બાતમીના આધારે સાંજે 7:00 વાગ્યાની આસપાસ મિર્જાપુર મટન માર્કેટ પાસે જઈને વૉચમાં ઉભા હતા. તે જ વખતે જીજે 27 ટીએ 0441 નંબરની લોડિંગ રીક્ષા ત્યાં આવી હતી. પોલીસે તે લોડિંગને અટકાવતા તેનો ચાલક મોં.ઈરફાન કુરેશીએ પોલીસને જોઈને લોડિંગ રીક્ષા ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો.

પોલીસે લોડિંગ રિક્ષાની ચકાસણી કરતા તેમાંથી અંદાજે 800 કિલોગ્રામ પશુ માંસનો જથ્થો મળી આવ્યો હતો. જે જથ્થાને એફ.એસ.એલ રિપોર્ટ કરાવવા માટે પોલીસે મોકલી દીધો હતો.

શાહપુર પોલીસે મોહમ્મ્દ ઈરફાન કુરેશીની સામે ગુનો દાખલ કરીને 800કિલોગ્રામ પશુમાંસનો જથ્થો તેમજ ગુનામાં વપરાયેલી લોડિંગ રીક્ષા સહીત કુલ 180000/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…