Not Set/ અમદાવાદ: બીઆરટીએસ રુટ પર હવે દોડી શકે છે ST બસો, ટ્રાફિકની સમસ્યા અનવરત

  ટ્રાફિકની સમસ્યાને જોતા BRTS રૂટ પર AMTS બસોને દોડાવ્યા બાદ હવે તંત્ર ST બસોને પણ AMTS રૂટ પર ચલાવી શકે એવી ગુપ્ત તંત્રનાં સૂત્રો દ્વારા જાણકારી મળી છે. જો કે, આ મુદ્દે 30 જુલાઈ સોમવારના રોજ સરકારે બેઠક બોલાવી છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિવારણ માટે હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલાં આદેશ બાદ ટ્રાફિકની સમસ્યા ઘટવાની […]

Top Stories Ahmedabad Gujarat
India Cover1 અમદાવાદ: બીઆરટીએસ રુટ પર હવે દોડી શકે છે ST બસો, ટ્રાફિકની સમસ્યા અનવરત

 

ટ્રાફિકની સમસ્યાને જોતા BRTS રૂટ પર AMTS બસોને દોડાવ્યા બાદ હવે તંત્ર ST બસોને પણ AMTS રૂટ પર ચલાવી શકે એવી ગુપ્ત તંત્રનાં સૂત્રો દ્વારા જાણકારી મળી છે. જો કે, આ મુદ્દે 30 જુલાઈ સોમવારના રોજ સરકારે બેઠક બોલાવી છે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિવારણ માટે હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલાં આદેશ બાદ ટ્રાફિકની સમસ્યા ઘટવાની જગ્યાએ વધી રહી છે એવું ક્યાંક જણાઈ રહ્યું છે. જેમ કે આ આદેશ પછી ઘણી જગ્યાએ શહેરને ટ્રાફિક સમસ્યાના નિવારણમાં ફાયદો થયો છે, જયારે થોડા અંશે તેના નકારાત્મક પહેલુઓ પણ નજરે ચડે છે.

અપને જણાવી દઈએ કે ટ્રાફિકની સમસ્યાનો નિકાલ કરવા અર્થે સર્વપ્રથમ ST નિગમને એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે ST બસોને શહેરની ભાર જ રોકી દેવામાં આવે જ્યાંથી સીટી બસ દ્વારા મુસાફરોને શહેરમાં પ્રવેશ આપવામાં આવે, જયારે આ બાબતે ST બસ નિગમ દ્વારા નાસંમતિ દર્શાવતા સરકારે ST બસોને BRTS રૂટો પર દોડાવવા માટે તૈયારીઓ હાથ ધરી છે.

મહત્તમ સમયે BRTS રૂટ ખાલીખમ રહેવાના કારણે તેનો ઉપયોગ કરવા માટે આ નિર્ણય લેવાં આવ્યો છે. જો કે આ મુદ્દે પણ BRTS રૂટ પર સર્જનારી ટ્રાફિક સમસ્યા અંગે સોમવારના રોજ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. જો કે આ વાતની હાલ પુષ્ટિ ના કરી શકાય કે ST બસ BRTS રૂટ પર ચાલશે. કારણ કે આ મુદ્દેની સ્પષ્ટ પુષ્ટિ સોમવારની મિટિંગ પછી જ કરી શકાય.