Not Set/ રાજપથ ક્લબમાં બોગસ મેમ્બરશીપ વેચવાનો મામલો, ત્રણ ડિરેક્ટર્સની બંધ બારણે કરી પૂછપરછ

અમદાવાદ, રાજપથ ક્લબમાં મૃત સભ્યોના નામે બોગસ મેમ્બરશીપ વેચી દેવાના કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે ક્લબ ખાતે જઈને સ્થળ ચકાસણી કરી હતી. જરૂરી દસ્તાવેજો અંગે માહિતી મેળવી. પ્રેસીડેન્ટ ચેમ્બરમાં બેલેટીંગ કમિટીના સભ્યો એવા ત્રણ ડિરેક્ટર્સની બંધ બારણે પૂછપરછ કરી. મુકેશ ઘીયા, ફેનિલ શાહ અને જયેશ ખાંડવાલા તેમજ ક્લબના જનરલ મેનેજર અમિત પટેલની પોલીસે બંધબારણે પૂછપરછ કરી હતી. […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 240 રાજપથ ક્લબમાં બોગસ મેમ્બરશીપ વેચવાનો મામલો, ત્રણ ડિરેક્ટર્સની બંધ બારણે કરી પૂછપરછ

અમદાવાદ,

રાજપથ ક્લબમાં મૃત સભ્યોના નામે બોગસ મેમ્બરશીપ વેચી દેવાના કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે ક્લબ ખાતે જઈને સ્થળ ચકાસણી કરી હતી. જરૂરી દસ્તાવેજો અંગે માહિતી મેળવી.

પ્રેસીડેન્ટ ચેમ્બરમાં બેલેટીંગ કમિટીના સભ્યો એવા ત્રણ ડિરેક્ટર્સની બંધ બારણે પૂછપરછ કરી. મુકેશ ઘીયા, ફેનિલ શાહ અને જયેશ ખાંડવાલા તેમજ ક્લબના જનરલ મેનેજર અમિત પટેલની પોલીસે બંધબારણે પૂછપરછ કરી હતી.

પૂછપરછ બાદ પોલીસે ક્લબમાં હિતેશ દેસાઈનાં ટેબલથી માંડીને ક્લબની એડમિનિસ્ટ્રેટીવ ઓફિસની ચકાસણી કરી. મેમ્બરશીપ ટ્રાન્સફર કરાતા પહેલા કાર્યવાહીની માહિતી મેળવી.

રાજપથ ક્લબમાં 38 ઈનએક્ટીવ મેમ્બરશીપ્સને અન્ય નામે બારોબાર ટ્રાન્સફર કરી દેવાના ચકચારી કૌભાંડમાં મુખ્ય ભેજુ ગણાતો ક્લાર્ક હિતેશ દેસાઈ હાલ ભાગતો ફરે છે ત્યારે પોલીસે સમગ્ર કૌભાંડનો તાગ મેળવવા તપાસનો દૌર ક્લબ સુધી લંબાવ્યો છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે રાજપથ ક્લબ ખાતે રૂબરૂ જઈને તપાસ કરી હતી.

ઉલ્લેખનિય છે કે રાજપથ ક્લબમાં 38 ઈનએક્ટીવ મેમ્બરશીપ્સને અન્ય નામે બારોબાર ટ્રાન્સફર કરી દેવાના ચકચારી કૌભાંડમાં મુખ્ય ભેજુ ગણાતો ક્લાર્ક હિતેશ દેસાઈ હાલ ફરાર છે. આ સમગ્ર કૌભાંડમાં પોલીસ ડિરેક્ટર્સની સહીની ખરાઈ કરવા એફએસએલની મદદ લે તેવી સંભાવના સેવાઇ રહી છે.