અમદાવાદ/ બાવળાની રાઈસ મીલમાં શેડ પડતા ત્રણ શ્રમિકોના મોત

અચાનક શેડ શેડ ધરાશાયી થયો હતો અને ત્રણ મજુરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય ત્રણ શ્રમિકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. જેને સારવાર અર્થ હાલ બાવળાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
બાવળાની રાઈસ મીલમાં શેડ

બાવળા-ધોળકા રોડ પર આવેલી ગીરધારી રાઈસ મીલમાં સોમવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના  ઘટી હતી. રાઈસ મિલમાં શેડ પડતા ત્રણ શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ બાળવા ધોળકા રોડ ઉપર આવેલી રાઈસ મિલમાં લોખંડનો શેડ બનાવતા સમયે દુર્ઘટના સર્જાઈ હતી. અચાનક શેડ શેડ ધરાશાયી થયો હતો અને ત્રણ મજુરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય ત્રણ શ્રમિકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. જેને સારવાર અર્થ હાલ બાવળાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બાવળા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. શેડ નીચે દબાયેલા મજુરોને એન્ગલ ઉંચી કરીને તમામને બહાર કાઢયા હતાં. કોઈએ 108 ની ઈમરજન્સી સેવાને જાણ કરતાં બાવળા, ધોળકા અને ચાંગોદરની 108 તરત જ ઘટના સ્થળે પહોંચી જઇને તપાસ કરતાં 2 મજુરોને માથાનો ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાં સ્થળે જ મોત થવા પામ્યું હતું. જયારે બાકીનાં 2 મજુરોને બાવળા સરકારી દવાખાને લઇ જતાં એકને સારવાર મળે તે પહેલા જ મોત થવા પામ્યું હતું. મરણ જનારમાં કાળું ઉર્ફ નિલેશ ઠાકોર,અરમાનભાઇ અને દિપકભાઇ પગી, તમામ રહેવાસી, રામનગર, બાવળાનો સમાવેશ થાય છે. જો કે અત્યાર સુધીમાં કુલ 7 લોકો દુર્ઘટનાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે.

123

આ પણ વાંચો : અણુ બોમ્બથી એક જ ઝાટકે તબાહ થઈ ગયેલું શહેર હવે આટલું સુંદર લાગે છે, જુઓ તસવીરો