Not Set/ અમદાવાદમાં 9 વર્ષની બાળકી સાથે ગેરેજવાળાએ કરી છેડતી

અમદાવાદમાં દુષ્કર્મ અને છેડતીની અનેક ઘટનાઓ રોજ બનતી રહે છે. હવશખોરો હવે નાની બાળકીઓને પણ છોડતા નથી ત્યારે આવી જ એક ઘટના શહેરના વાડજ વિસ્તારમાં બનતા અરેરાટી ફેલાઈ છે.

Ahmedabad Gujarat
A 359 અમદાવાદમાં 9 વર્ષની બાળકી સાથે ગેરેજવાળાએ કરી છેડતી

અમદાવાદમાં દુષ્કર્મ અને છેડતીની અનેક ઘટનાઓ રોજ બનતી રહે છે. હવશખોરો હવે નાની બાળકીઓને પણ છોડતા નથી ત્યારે આવી જ એક ઘટના શહેરના વાડજ વિસ્તારમાં બનતા અરેરાટી ફેલાઈ છે. 9 વર્ષીય બાળકી સાથે પરિચિત ગેરેજ ચલાવતા એક શખ્સે ખરાબ દાનતથી બાળકી સાથે અડપલા કર્યા. જોકે આસપાસના લોકોએ આ હરકત જોઇ જતા પોલીસને જાણ કરીને આરોપીને પોલીસ હવાલે કર્યો હતો.

આ મામલે મળતી માહિતી અનુસાર, જુના વાડજમાં રહેતા 35 વર્ષીય મહિલા તેમના પતિ સાથે પેપર પસ્તીની દુકાન ધરાવી વેપાર કરે છે. તેઓને સંતાનમાં પાંચ બાળકો છે જેમાં એક નવ વર્ષની બાળકી ધોરણ-3માં અભ્યાસ કરે છે. અને તેના માતા-પિતાની સાથે દુકાને બેસે છે. ગુરૂવારના રોજ આ મહિલા તેના પતિ તથા દીકરી સાથે દુકાન ઉપર ગયા હતા અને બાદમાં દુકાન ખોલી વેપાર ધંધો કરતા હતા.

આ પણ વાંચો :મહેસાણામાં છોકરાની પ્રાપ્તિ માટે સાસરિયાઓએ પુત્રવધુ પર ગુજાર્યો ત્રાસ, અંતે કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત

ત્યારે તેમની 9 વર્ષની દીકરી સાથે નજીકમાં જ ગેરેજ ચલાવતા શખ્સે હેવાનિયતભર્યું કૃત્ય કર્યું છે. આ સાથે જ સમગ્ર વિસ્તારમાં આ હેવાન સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. નવ વર્ષની બાળકી જ્યારે સાયકલ લઇ પોતાના ઘર આસપાસ ફરતી હતી તે દરમ્યાન ગેરેજ માલિકે બાળકીને બોલાવી હતી. એટલુ જ નહિ, તેણે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા.

આ પણ વાંચો :સુરત પોલીસે સાઇકલ ચાલકને ફટકાર્યો મેમો, જાણો સમગ્ર ઘટના…

હેવાનના ચુંગલમાંથી છૂટેલી બાળકી માતાપિતા પાસે પહોંચી છે. બાળકી રડતા રડતા ઘરે પહોંચી હતી. તેની માતાએ આ વિશે પૂછતા બાળકી કહ્યું ગરેજવાળા કાકાએ તેના કપડા ઉતારી શરીર ઉપર અલગ અલગ ભાગે હાથ ફેરવ્યો હતો. બાદમાં આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા સ્થાનિકોએ ગેરેજ ચલાવતા મોતી કનોજીયાને પોલીસ હવાલે કર્યો હતો.  પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી છે.

આ પણ વાંચો :સૌરાષ્ટ્રના RSS અગ્રણી સ્વયંસેવક પ્રવીણ ભાઈ કારીયાનું ૮૬ વર્ષની વયે દુઃખદ નિધન

kalmukho str 24 અમદાવાદમાં 9 વર્ષની બાળકી સાથે ગેરેજવાળાએ કરી છેડતી