Ahmedabad/ સિવિલ હોસ્પિટલની બેદરકારી , કોવિડ હોસ્પિટલની બહાર દર્દીઓના સ્વજનોની ભીડ, સિક્યુરીટી કર્નલ પણ  ગાયબ

ગુજરાત રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. ત્યારે હજુ પણ અમદાવાદમાં જનતા દ્વારા બેદરકારી ભર્યું વર્તન જોવા મળી રહ્યું છે.  સિવિલ હોસ્પિટલ આવેલી કોવિડ હોસ્પીટલની બહાર દર્દીઓના સ્વજનોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ભીડ માંથી કોઈ પણ ને કોરોના નું સંક્રમણ લાગશે તો જવાબદાર કોણ ?

Ahmedabad Top Stories Gujarat
nitin patel 21 સિવિલ હોસ્પિટલની બેદરકારી , કોવિડ હોસ્પિટલની બહાર દર્દીઓના સ્વજનોની ભીડ, સિક્યુરીટી કર્નલ પણ  ગાયબ

ગુજરાત રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. ત્યારે હજુ પણ અમદાવાદમાં જનતા દ્વારા બેદરકારી ભર્યું વર્તન જોવા મળી રહ્યું છે.  સિવિલ હોસ્પિટલ આવેલી કોવિડ હોસ્પીટલની બહાર દર્દીઓના સ્વજનોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ભીડ માંથી કોઈ પણ ને કોરોના નું સંક્રમણ લાગશે તો જવાબદાર કોણ ?

ઉલ્લેખનીય છે કે, 1200 બેડ કોવિડ હોસ્પિટલની નીચેજ મોટી સંખ્યામાં લોકો બેઠેલા જોવા મળે છે. હોસ્પિટલમાં  સિક્યોરિટી નામે મીંડું જોવા મળી રહ્યું છે. આલતી મોટી સંખ્યામાં અમદાવાદ ખાતે કોરોના રાફ્ળો રફ્તો હોવા છતાંય હોસ્પીટલની બહાર મોટી સંખ્યામાં દર્દીના સગાઓનો જમાવડો થી રહ્યો છે.

તો બીજી બાજુ આવી ગંભીર સ્થિતિમાં દર્દીઓની સુરક્ષા ભગવાન ભરોસે મૂકી ને હોસ્પીટલના સિક્યુરીટી કર્નલ ગાયબ થયા છે. શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થવાના કારણે સિવિલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.  દર્દી અને તેના સગાઓની ભીડ એકત્ર થવા છતા સિવિલ હોસ્પિટલના સિક્યોરિટી કર્નલ સુમન પ્રધાન ગાયબ થયા છે.  તેઓ પોતાની મરજીથી રજા પર ઉતરી ગયા છે. સુમન પ્રધાનની ઓફિસ બંધ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી  મોબાઇલ એપ્લિકેશન….