Lifestyle News/ ઉધરસના અવાજ પરથી બીમારીની ઓળખ કરશે AI એપ ‘સ્વાસા’, એઇમ્સે લીલી ઝંડી આપી…

AI app Swaasa (AI એપ સ્વાસા) મોબાઇલ ફોન પર પણ ચાલી શકે છે. આ એપ્લિકેશન યૂઝ શી રીતે કરવી? તમારે ફક્ત ફોન સામે બે-ત્રણ વાર ઉધરસ ખાવાની રહેશે…

Trending Health & Fitness Lifestyle
AI app Swaasa, શ્વાસ, બીમારી, AIIMS

Lifestyle News: AI ની મદદથી હૅલ્થ સેક્ટરમાં ઘણો ફાયદો થઇ રહ્યો છે. એવી-એવી ટેકનિકો વિકસિત થઇ રહી છે કે જે ઓછા સમયમાં રોગનું નિદાન કરવામાં સહાયક બને છે. આ ઉપક્રમે એક એવી ટેકનિક અંતર્ગત AI એપ ‘સ્વાસા’ (AI app Swaasa)નો વિકાસ કરવામાં આવ્યો છે જેનાથી ખાંસી ઉધરસના અવાજ (Coughing Sound) દ્વારા જ બીમારીનું નિદાન થઇ જશે!

AI પ્લેટફોર્મ સ્વાસા દ્વારા ઉધરસનો અવાજ સાંભળીને જ શ્વસન સંબંધી રોગો (Respiratory Diseases)ની ઓળખ થઇ શકશે. આ ટેકનિકને AIIMS તરફથી લીલી ઝંડી પણ મળી ગઇ છે. તો ચાલો, આ એપ શી રીતે કાર્ય કરે છે એ વિશે વિગતે જાણીએ…

AI એપ ‘સ્વાસા’ (AI app Swaasa) મોબાઇલ ફોન પર ચાલશે

આ AI આધારિત એપ્લિકેશન મોબાઇલ ફોન પર પણ ચાલી શકે છે. આ એપ્લિકેશન યૂઝ શી રીતે કરવી? તમારે ફક્ત ફોન સામે બે-ત્રણ વાર ઉધરસ ખાવાની રહેશે અને એ અવાજ ફોનમાં રેકોર્ડ કરીને AI અલ્ગોરિધમથી એની ઓલખ કરીને લગભગ 8 જ મિનિટમાં રિપોર્ટ તૈયાર કરીને શ્વસન સંબંધી રોગ વિશે માહિતી આપી દેશે!

AI app Swaasa, શ્વાસ, બીમારી, AIIMS

460 દર્દીઓ પર ટ્રાયલ થયો

એઇમ્સ નવી દિલ્હીના સેન્ટર ફોર કમ્યુનિટી મેડિસિન (AIIMS Centre for Community Medicine, New Delhi)ના ડૉ. હર્ષલ રમેશ સાલ્વેનું કહેવું છે કે, આ એપની તુલના ગોલ્ડ સ્ટાન્ડર્ડ સ્પાયરોમેટ્ર્રી ટેસ્ટ (Spirometry Test) સાથે કરવામાં આવી જેમાં, આના પરિણામો ઘણા પ્રભાવશાળી જોવા મળ્યા છે. આ ટેસ્ટ કરવા માટે લગભગ 460 દર્દીઓ પર એઇમ્સમાં એનો ટ્રાયલ કરવામાં આવ્યો હતો. રિસર્ચમાં જોવા મળ્યું હતું કે, આ એપ પ્રારંભિક સ્ટેજના અસ્થમા અને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીસ (Asthma and Chronic Obstructive Pulmonary Disease) વિશે સરળતાથી જણાવી દે છે! ઉધરસ ખાવાથી જ ખબર પડી જાય છે કે દર્દીને કયો અને કયા લેવલનો શ્વસનરોગ છે!

AI app Swaasa, શ્વાસ, બીમારી, AIIMS

શ્વાસ સંબંધી બીમારીઓને ઓળખવા માટે એક્સ-રે અને સીટી સ્કેન

ડૉ. હર્ષલ રમેશ સાલ્વેએ આપેલી માહિતી અનુસાર, શ્વાસ સંબંધી બીમારીઓને ઓળખવા માટે એક્સ-રે અને સીટી સ્કેન (X-rays and CT Scans) કરવામાં આવે છે. પરંતુ, આ એપની મદદથી પ્રારંભિક અને મધ્યમ સ્તરની બીમારીની પણ સરળતાપૂર્વક જાણ થઇ જશે. આ ટેકનિક એવા ક્ષેત્રોમાં સહાયક બનશે જ્યાં સ્પાઇરોમેટ્રી ટેસ્ટ જેવી નિદાન ટેકનિક ઉપલબ્ધ નથી.

શું આ એપથી ટીબીની પણ તપાસ થઇ શકે છે?

ડૉ. રમેશના જણાવ્યાનુસાર, “હાલમાં તો નહિં પણ ભવિષ્યમાં આની સહાયતાથી ટીબી (TB, Tuberculosis)ની ઓળખ થશે એવી આશા છે. આ લેવલ સુધી પહોંચવા આ એપ પર કામ થઇ રહ્યું છે. જો આ સફળ થશે તે ટીબીના નિદાન માટે આ એક મોટી સફળતા હશે!”


આ પણ વાંચો: પ્રદૂષણ સંબંધિત ઉધરસથી છુટકારો મેળવવા માટે અપનાવો આ 3 ઘરેલું ઉપાય, તમને પળવારમાં રાહત મળશે

આ પણ વાંચો: શરદી અને ઉધરસના ઘરગથ્થુ ઉપચારથી બાળકો અને વડીલો રહેશે સ્વસ્થ

આ પણ વાંચો: શરદી-ઉધરસથી છુટકારો મેળવવા અજમો આરોગો, રહેશો હંમેશા સ્વસ્થ