Political/ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી ફરી એકવાર આવશે ગુજરાતના પ્રવાસે, જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ,રાજકિય પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે.  ગુજરાતની સત્તા હાંસલ કરવા દરેક રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

Top Stories Gujarat
7 33 AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી ફરી એકવાર આવશે ગુજરાતના પ્રવાસે, જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ,રાજકિય પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે.  ગુજરાતની સત્તા હાંસલ કરવા દરેક રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.  AIMIM પક્ષ પણ ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી લડવા જઈ રહી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીનું સંપૂર્ણ ધ્યાન દલિત અને મુસ્લિમ વોટ ઉપર છે.  અસદુદ્દીન ઓવૈસી ફરી એકવાર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે.

 ઓવૈસી પણ  ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે ત્યારે હવે 29 અને 30 ઓક્ટોબરે ઓવૈસી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસ દરમિયાન ઓવૈસી વડગામ અને બાપુનગરમાં સભા સંબોધશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AIMIM અને આમ આદમી પાર્ટી પણ મેદાને છે ત્યારે મતોનું વિભાજન થશે. આ સાથે જ ઓવૈસીના ગુજરાત પ્રવાસ દરમિયાન વારીસ પઠાણ પણ સાથે રહેશે. જેમાં વિધાનસભાના ઉમેદવારોના નામ પણ જાહેર કરશે. દરિયાપૂર બેઠક પરથી દાનિશ કુરેશીને AIMIM મેદાને ઉતારી શકે છે.