Not Set/ AIMIMના ઓવૈસીએ કેન્દ્ર સરકારને પુછ્યું કે તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે કે નહી ?

AIMIMના ઓવૈસીએ એમ પણ કહ્યું કે આગામી યુપીની ચૂંટણીમાં તેઓ રાજ્યમાં શાસક યોગી સરકારને હરાવવા માટે ત્યાં જશે હાલ તેમનો 3 દિવસનો યુપીનો પ્રવાસ છે

India
AIMIMના

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી એ કતારની રાજધાની દોહામાં તાલિબાન નેતા સાથે ભારતીય રાજદૂતની બેઠક પર કેન્દ્ર સરકારને પ્રશ્નો પૂછ્યા છે. તેમણે કહ્યું કે તે રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન છે. કેન્દ્ર સરકારે તાલિબાન સાથે વાતચીત અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએઓવૈસીએ કેન્દ્ર સરકારને પૂછ્યું કે તે એ પણ સ્પષ્ટ કરે કે તે તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે કે નહીં? ઉલ્લેખનીય છે કે  ભૂતકાળમાં દોહામાં ભારતીય રાજદૂત તાલિબાન નેતાને મળ્યા હતા. જેમાં તાલિબાને કાશ્મીર મુદ્દામાં દખલ ન કરવાની વાત કરી છે.

યોગી સરકારને હરાવવા માટે યુપીમાં પ્રવાસ કરી રહ્યા છે, AIMIMના ઓવૈસીએ એમ પણ કહ્યું કે આગામી યુપીની ચૂંટણીમાં તેઓ રાજ્યમાં શાસક યોગી સરકારને હરાવવા માટે ત્યાં જશે. તેઓ 7 સપ્ટેમ્બરે ફૈઝાબાદ, 8 સપ્ટેમ્બરે સુલતાનપુર અને 9 સપ્ટેમ્બરે બારાબંકીની મુલાકાત લેશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને ગઇકાલે અમીત શાહ સહિત ઉચ્ચ અધિકારી અને દિગ્ગજ નેતાઓ સાથે 3 કલાક અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગે ચરેચા કરી હતી અને આગામી વલણ શું રહેશે સરકારનો તે આવનાર સમયમાં નક્કી કરશે વેઇટ એન્ડ વોચની રણનીતિ હાલ સરકારે્ અપનાવી છે.

ફેક ન્યુઝ / સુપ્રીમ કોર્ટે વેબ પોર્ટલ અને યુટયુબ પર ફેલાતા ફેંક ન્યુઝ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી

મોટું નિવેદન / ઉત્તરપ્રદેશમાં ચૂંટણી બાદ કેન્દ્રીય નેતૃત્વ અને ધારાસભ્યો નક્કી કરશે કોણ બનશે મુખ્યમંત્રી : કેશવ પ્રસાદ મૌર્ય

કોરોનાની નવી ગાઈડલાઈન્સ / પંજાબ રાજય માં લોકોને RTPCR રિપોર્ટ વગર પ્રવેશ નહીં મળી શકે