Uttar Pradesh/ લખનઉમાં સગીરના પ્રાઈવેટ પાર્ટમાં વેક્યુમ ક્લિનરથી હવા ભરવામાં આવી, જાણો પછી શું થયું…

છોકરાની ગંભીર હાલત જોઈને ડોક્ટરોએ તેને તરત જ કેજીએમયુ હોસ્પિટલમાં રિફર કર્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. દરમિયાન સગીરના મોટા ભાઈ વિકાસ ત્રિવેદીએ જણાવ્યું કે……..

Top Stories India
Image 83 લખનઉમાં સગીરના પ્રાઈવેટ પાર્ટમાં વેક્યુમ ક્લિનરથી હવા ભરવામાં આવી, જાણો પછી શું થયું...

Uttar Pradesh News: કેટલીકવાર કેટલાક જોક્સ એટલા ભારે પડી જાય છે કે તે જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. તાજેતરમાં એક કેસ લખનઉમાં બન્યો છે. જ્યાં એક કાર વર્કશોપમાં એક સગીરના પ્રાઈવેટ પાર્ટમાં હવાનું દબાણ ધરાવતું વેક્યૂમ ક્લીનર મશીન નાખવામાં આવ્યું અને તેમાં હવા ભરાઈ ગઈ, જેના કારણે તેનું શરીર ફૂલી ગયું. આ પછી સગીર ત્યાં બેભાન થઈ ગયો. તેનું આંતરડું ફાટી ગયું.

શું છે મામલો?
આ ઘટના હુસૈનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિંચાઈ વિભાગની સામે હ્યુન્ડાઈ કારના શોરૂમ વર્કશોપમાં બની હતી. અહીં કામ કરતા વિકાસ શર્મા અને અન્ય ચાર કામદારોએ મળીને 16 વર્ષના સગીર છોકરાને પકડીને મજાકમાં તેના પ્રાઈવેટ પાર્ટમાં એર પ્રેશર મશીન નાખ્યું હતું. પેટ ફૂલવાને કારણે યુવકની તબિયત લથડતાં તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને ઈન્જેક્શન આપીને પરત મોકલી દીધો હતો. આ પછી રાત્રે છોકરાની તબિયત બગડવા લાગી અને છોકરો દર્દથી રડવા લાગ્યો, ત્યારબાદ પરિવાર તેને લોકબંધુ હોસ્પિટલ લઈ ગયો.

છોકરાની ગંભીર હાલત જોઈને ડોક્ટરોએ તેને તરત જ કેજીએમયુ હોસ્પિટલમાં રિફર કર્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. દરમિયાન સગીરના મોટા ભાઈ વિકાસ ત્રિવેદીએ જણાવ્યું કે તેના નાના ભાઈની હાલત અત્યારે સારી નથી. તેણે જણાવ્યું કે 30 એપ્રિલના રોજ ડોક્ટરોએ તેનું ઓપરેશન કર્યું હતું કારણ કે તેના નાના ભાઈનું આંતરડું ફાટી ગયું હતું અને ફેકલ ટ્રેક્ટની મેમ્બ્રેનને પણ નુકસાન થયું હતું. સગીરની હાલત નાજુક છે.

બંને પક્ષો પરસ્પર સમાધાન પર પહોંચ્યા: પોલીસ
હુસૈનગંજ પોલીસે પીડિતાના પરિવારની ફરિયાદ પર આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ બંને પક્ષો પરસ્પર સમાધાન પર પહોંચ્યા છે. તેઓ આરોપી વતી હોસ્પિટલનો તમામ ખર્ચ ઉઠાવવા સંમત થયા અને બંને પક્ષોએ આ કેમમાં લેખિત કરાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોવિશિલ્ડ ડોઝ લેનારાઓએ ગભરાવાની જરૂર નથી , રાષ્ટ્રપતિઓના ડોકટરોએ રસીના ફાયદાઓ ગણાવ્યા 

આ પણ વાંચો:રાયબરેલીથી રાહુલ ગાંધીએ નોંધાવી ઉમેદવારી, સોનિયા-ખડગે સહિતના આ નેતાઓ રહ્યા હાજર

આ પણ વાંચો:કોંગ્રેસની મહત્વની જાહેરાત, અમેઠી લોકસભા બેઠક પરથી કિશોરી લાલ શર્મા લડશે ચૂંટણી