Not Set/ જનરલ બિપિન રાવતને લઈ જતું એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, 11 લોકોનાં મોતની આશંકા,8 મૃતહેદ મળી આવ્યા!

આ અકસ્માતમાં 11 લોકોના મોતની આંશકા છે,તમિલનાડુના વન મંત્રી કે રામચંદ્રને કહ્યું છે કે ઘટના બાદ ઘટનાસ્થળેથી આઠ મૃતદેહો મળી આવ્યા છે

Top Stories India
heli 1 જનરલ બિપિન રાવતને લઈ જતું એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, 11 લોકોનાં મોતની આશંકા,8 મૃતહેદ મળી આવ્યા!

ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના પહાડી નીલગિરી જિલ્લામાં કુન્નુર પાસે ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) વિપિન રાવત, તેમની પત્ની સહિત 14 લોકો સવાર હતા. આ અકસ્માતમાં 11 લોકોના મોતની આંશકા છે,તમિલનાડુના વન મંત્રી કે રામચંદ્રને કહ્યું છે કે ઘટના બાદ ઘટનાસ્થળેથી આઠ મૃતદેહો મળી આવ્યા છે.  લોકોની હાલત ગંભીર છે. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ ખરાબ રીતે દાઝી ગયા હતા. તેમને ઓળખવાના પ્રયાસો ચાલુ છે.

 

 

તમિલનાડુના વન મંત્રી કે રામચંદ્રને ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ કહ્યું, “હું મુખ્યમંત્રીના નિર્દેશ પર ઘટનાસ્થળે પહોંચ્યો છું. 5 લોકોના મોત થયા છે, જ્યારે 2ની હાલત ગંભીર છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.જણાવવામાં આવી રહ્યું છે કે ધુમ્મસની સ્થિતિને કારણે કથિત રીતે ઓછી વિઝિબિલિટીના કારણે આ અકસ્માત થયો હતો. વાયુસેનાએ કહ્યું કે દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હેલિકોપ્ટરે કોઈમ્બતુર નજીક સુલુર એરફોર્સ બેઝ પરથી ઉડાન ભરી હતી. ટીવી ફૂટેજમાં અકસ્માત બાદ હેલિકોપ્ટરમાં આગની જ્વાળાઓ દેખાઈ રહી છે. સેનાના જવાનો સાથે બચાવકર્મીઓ ક્રેશ સ્થળ પરથી કાટમાળ સાફ કરતા જોવા મળ્યા હતા

એક ટ્વિટમાં, IAFએ કહ્યું, “IAFનું Mi-17V5 હેલિકોપ્ટર આજે તમિલનાડુના કુન્નૂર પાસે ક્રેશ થયું. ડિફેન્સ ચીફ જનરલ બિપિન રાવત પણ તેમાં સવાર હતા. અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે જે હેલિકોપ્ટર ક્રેશ થયું તેમાં 14 લોકો સવાર હતા. હેલિકોપ્ટર સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું ત્યારે કટેરી પાસે આગ લાગી હતી.

ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તમિલનાડુના આરોગ્ય સચિવ ડૉ જે રાધાક્રિષ્નને જણાવ્યું કે ઘાયલો અને દાઝી ગયેલા લોકોને તબીબી સુવિધા પૂરી પાડવા માટે એક વિશેષ તબીબી ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પીએમ નરેન્દ્ર મોદીને ઘટનાની સંપૂર્ણ માહિતી આપી છે.