વિમાન ક્રેશ/ જેસલમેરમાં ભારત-પાક બોર્ડર પાસે એરફોર્સનું MiG21 પ્લેન ક્રેશ,વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું મોત

રાજસ્થાનના જેસલમેર નજીક ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ફાઈટર એરક્રાફ્ટના પાઈલટનું મોત થયું છે.

Top Stories India
mig જેસલમેરમાં ભારત-પાક બોર્ડર પાસે એરફોર્સનું MiG21 પ્લેન ક્રેશ,વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું મોત

શુક્રવારે સાંજે રાજસ્થાનના જેસલમેર નજીક ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ફાઈટર એરક્રાફ્ટના પાઈલટનું મોત થયું છે. વાયુસેનાના જણાવ્યા અનુસાર વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું અકસ્માતમાં મોત થયું છે. સેના બહાદુર જવાનના પરિવાર સાથે મજબૂતીથી ઉભી છે. વેસ્ટર્ન સેક્ટરમાં ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન લગભગ 8.30 વાગ્યે એરક્રાફ્ટને અકસ્માત નડ્યો હતો. આ મામલે તપાસનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

જેસલમેરના એસપી અજય સિંહે જણાવ્યું કે વિમાન સામ પોલીસ સ્ટેશન વિસ્તારના ડેઝર્ટ નેશનલ પાર્ક વિસ્તારમાં ક્રેશ થયું હતું. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ પહેલા 8 નવેમ્બરે વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ અકસ્માતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત 14 લોકોના મોત થયા હતા.

સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે તાજેતરમાં લોકસભામાં જણાવ્યું હતું કે માર્ચ 2017 થી દેશમાં 15 સૈન્ય હેલિકોપ્ટર અકસ્માતો થયા છે, જેમાં 31 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતો ભારતીય સેના, નેવી અને એરફોર્સ સાથે મળીને થયા છે. તેમાં આ વર્ગના ત્રણ, ચાર અદ્યતન લાઇટ હેલિકોપ્ટર, ચાર ચિત્તા, બે ALHs, એક Mi-17 અને એક ચેતક હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે, જેમાં 8 ડિસેમ્બરે કુન્નૂરમાં ક્રેશ થયેલા Mi-17V5નો સમાવેશ થાય છે.

પ્રથમ ચિતા હેલિકોપ્ટર 15 માર્ચ 2017 ના રોજ કોઈ જાનહાનિ વિના ક્રેશ થયું હતું. આર્મી અને એરફોર્સના સાત-સાત અને નેવીનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે ગૃહમાં એક પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી આપી હતી. કુલ મળીને 31ના મોત થયા હતા અને 20 લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં 8 ડિસેમ્બરે કુન્નુર અકસ્માતનો ભોગ બનેલા 14 સૈનિકોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં દેશના CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને 12 જવાનો શહીદ થયા હતા.