Airforce-LCA Tejas/ એરફોર્સનો વધશે ફોર્સ: ભારતના આકાશમાં ઓજસ પાથરશે LCA તેજસ

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ બુધવારે પ્રથમ ટ્વિન-સીટર લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ ભારતીય હવાઇદળને સોંપ્યું. આનો ઉપયોગ તાલીમ માટે કરવામાં આવશે.

Top Stories India
Mantavyanews 6 3 એરફોર્સનો વધશે ફોર્સ: ભારતના આકાશમાં ઓજસ પાથરશે LCA તેજસ

નવી દિલ્હીઃ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ બુધવારે પ્રથમ ટ્વિન-સીટર લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ ભારતીય હવાઇદળને સોંપ્યું. આનો ઉપયોગ તાલીમ માટે કરવામાં આવશે. તે વજનમાં હલકું છે અને દરેક હવામાનમાં ઉડવા માટે સક્ષમ છે. ભારતીય વાયુસેનાએ HALને 18 ટ્વીન સીટર એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. જેમાંથી 8 આવતા વર્ષ સુધીમાં આપવામાં આવશે. બાકીના 10 એરક્રાફ્ટ 2026-27 સુધીમાં ઉપલબ્ધ થશે.

ભારતીય સેના પાસે એલસીએ તેજસ, માર્ક-1એનું અદ્યતન સંસ્કરણ પણ છે. આ એક ફાઈટર જેટ છે. જે 2205 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને 6 પ્રકારની મિસાઈલ લઈ જવા માટે સક્ષમ છે. ભારત પાસે હાલમાં 31 તેજસ માર્ક-1એ એરક્રાફ્ટ છે, જેમાંથી કેટલાક કાશ્મીરમાં તૈનાત છે

30 જુલાઈના રોજ, વાયુસેનાએ જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરા એરબેઝ પર હળવા લડાયક વિમાન તેજસ MK-1 તૈનાત કર્યા હતા. સેનાનું કહેવું છે કે તેના પાયલોટ ખીણમાં ઉડવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. કાશ્મીર પડોશી દેશો ચીન અને પાકિસ્તાન પ્રત્યે સંવેદનશીલ છે. તેજસ MK-1 એક મલ્ટિરોલ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે જે કાશ્મીરના જંગલ અને પહાડી વિસ્તારોમાં એરફોર્સને વધુ મજબૂત બનાવશે. ભારતીય હવાઈદળ પાસે હાલમાં 31 તેજસ વિમાન છે. લશ્કર ભૂતકાળમાં તેના વિમાનોને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ લઈ જતી રહી છે, જેથી તેઓ હિમાલયની ખીણોમાં ઉડવાનો અનુભવ મેળવી શકે.

તેજસ તેની 4 વિશેષતાઓને કારણે અન્ય ફાઈટર જેટથી અલગ છે

હાલમાં ભારતીય વાયુસેનાના કાફલામાં ટોચના ફાઈટર જેટ્સમાં સુખોઈ Su-30MKI, રાફેલ, મિરાજ, મિગ-29 અને તેજસનો સમાવેશ થાય છે. આ વિશેષતાઓને કારણે તેજસ અન્ય ચાર ફાઈટર જેટથી અલગ અને ખાસ છે…

પ્રથમ: આ વિમાનના 50% ઘટકો એટલે કે મશીનરી ભારતમાં જ બનાવવામાં આવી છે.

બીજું: તેમાં ઈઝરાયેલનું EL/M-2052 રડાર સ્થાપિત કરવામાં આવ્યું છે. આની મદદથી તે એકસાથે 10 ટાર્ગેટને ટ્રેક કરવા અને ટાર્ગેટ કરવામાં સક્ષમ છે.

ત્રીજું: ખૂબ જ ટૂંકા રનવે એટલે કે 460 મીટર પર ટેક ઓફ કરવાની ક્ષમતા.

ચોથું: આ ફાઈટર જેટ સુખોઈ, રાફેલ, મિરાજ અને મિગ કરતા હળવા છે. તેનું વજન 6500 કિગ્રા છે.


whatsapp ad White Font big size 2 5 એરફોર્સનો વધશે ફોર્સ: ભારતના આકાશમાં ઓજસ પાથરશે LCA તેજસ


આ પણ વાંચોઃ ક્રાઈમ/ સુરતમાં વ્યાજખોર પિતા-પુત્રનો આતંક, યુવકને કાર નીચે કચડી કર્યો મારવાનો પ્રયાસ

આ પણ વાંચોઃ મોટા સમાચાર/ કેન્દ્રીય કેબિનેટમાં સૌથી મોટો નિર્ણય, ગેસ સિલિન્ડર પર મળતી સબસિડીમાં વધારો

આ પણ વાંચોઃ Ambalal Forecast/ અંબાલાલ ફરી ત્રાટક્યાઃ ગુજરાતીઓ વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહો