air india express/ ઈન્ડિગો બાદ દુર્ઘટનાનો શિકાર બનતા બચ્યું એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેન

આના થોડા કલાકો પહેલા UAEના શારજાહથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

Top Stories India
ઈન્ડિગો

ઈન્ડિગો ના વિમાને કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યાના કલાકો બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન પણ  અકસ્માતનો શિકાર થતા બચ્યું હતું. કાલિકટથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટમાં અચાનક સળગવાની ગંધ આવી હતી. ત્યારબાદ વિમાનને મસ્કત તરફ વાળવામાં આવ્યું હતું. ડીજીસીએએ જણાવ્યું હતું કે, એરક્રાફ્ટની આગળની ગેલીમાં એક વેન્ટમાંથી સળગવાની ગંધ આવી રહી હતી.

જણાવી દઈએ કે, આના થોડા કલાકો પહેલા UAEના શારજાહથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. આ ઘટના વિશે માહિતી આપતા ઈન્ડિગો એરલાઈન્સે જણાવ્યું કે પાયલોટને વિમાનમાં ટેકનિકલ ખામી જણાયા બાદ સાવચેતીના ભાગરૂપે વિમાનને પાકિસ્તાનના કરાચી તરફ વાળવામાં આવ્યું હતું. મુસાફરોને હૈદરાબાદ લઈ જવા માટે વધારાની ફ્લાઈટ કરાચી મોકલવામાં આવી રહી છે. બે અઠવાડિયામાં કરાચીમાં ઉતરનાર આ બીજી ભારતીય એરલાઇન છે.

અ 8 ઈન્ડિગો બાદ દુર્ઘટનાનો શિકાર બનતા બચ્યું એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેન

14 જુલાઈના રોજ ઈમરજન્સી લેન્ડિંગ પણ થયું હતું

તે જ સમયે, 14 જુલાઈની સાંજે, દિલ્હીથી વડોદરા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કહેવામાં આવ્યું હતું કે એરક્રાફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી હતી, જે બાદ સાવચેતીના ભાગરૂપે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. નોંધપાત્ર રીતે, છેલ્લા કેટલાક દિવસોમાં, ભારતમાં ઘણી ફ્લાઇટ્સનું ઇમરજન્સી લેન્ડિંગ થયું હોવાના અહેવાલો છે.

આ પણ વાંચો:કોરોના રસીકરણ મામલે ભારતે રચ્યો નવો ઈતિહાસ, રસીના ડોઝનો આંકડો 200 કરોડને પાર

આ પણ વાંચો:નવસારી જિલ્લામાં પશુદીઠ ૪ કિલો સૂકુ ઘાસ વિનામૂલ્યે અપાશે : રાજેન્દ્ર ત્રિવેદી

આ પણ વાંચો:પીવી સિંધુએ સિંગાપોર ઓપનનો ખિતાબ જીત્યો, ફાઇનલમાં ચીનના શટલરને 58 મિનિટમાં હરાવ્યું