Air India/ એર ઈન્ડિયાએ કરી ઈતિહાસની સૌથી મોટી ડીલ, 250 એરક્રાફ્ટ ખરીદવાની જાહેરાત

ટાટા ગ્રુપે પોતાની એરલાઈન્સ માટે મોટો નિર્ણય લીધો છે. કંપનીએ એર ઈન્ડિયા માટે 250 એરક્રાફ્ટ ખરીદવાની યોજના બનાવી છે. જેમાં 40 મોટા કદના એરક્રાફ્ટ સામેલ હશે. ટાટા સન્સના ચેરમેન એન…

Top Stories India Business
Air India Biggest Deal

Air India Biggest Deal: ટાટા ગ્રુપે પોતાની એરલાઈન્સ માટે મોટો નિર્ણય લીધો છે. કંપનીએ એર ઈન્ડિયા માટે 250 એરક્રાફ્ટ ખરીદવાની યોજના બનાવી છે. જેમાં 40 મોટા કદના એરક્રાફ્ટ સામેલ હશે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને મંગળવારે આ જાણકારી આપી છે. એરલાઇન તેના કાફલા અને કામગીરીને વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 17 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે એર ઈન્ડિયા એરક્રાફ્ટ ખરીદવા માટે ઓર્ડર આપવા જઈ રહી છે. ટાટા જૂથની માલિકી હેઠળ આવ્યા બાદ એર ઈન્ડિયાનો આ પહેલો ઓર્ડર હશે.

જણાવી દઈએ કે ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન એરબસ પાસેથી 40 મોટા કદના A350 અને 210 નાના કદના એરક્રાફ્ટ ખરીદશે. ઓનલાઈન મીટિંગમાં ચંદ્રશેખરને કહ્યું કે આ વિમાનોની ખરીદી માટે એરબસ સાથે ઈરાદા પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં અન્યો ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ હાજર હતા. મોટા કદના એરક્રાફ્ટનો ઉપયોગ લાંબા અંતરની ઉડાન માટે કરવામાં આવશે. 16 કલાકથી વધુ સમયની ફ્લાઇટને લાંબા અંતરની ફ્લાઇટ કહેવામાં આવે છે. ટાટા ગ્રુપે ગયા વર્ષે જાન્યુઆરીમાં એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી. આ અધિગ્રહણ પછી ટાટા જૂથ આ એરલાઇનને આગળ લઈ જવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે. એરલાઈને છેલ્લે 2005માં 111 એરક્રાફ્ટ ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. તેમાંથી 68 એરક્રાફ્ટ બોઇંગ અને 43 એરબસ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યા હતા.

ટાટા જૂથે 27 જાન્યુઆરીએ એર ઈન્ડિયાના અધિગ્રહણને એક વર્ષ પૂર્ણ કર્યું હતું. તે સમયે એરલાઈને કહ્યું હતું કે તે ભાવિ વૃદ્ધિને આગળ વધારવા માટે નવા એરક્રાફ્ટની ખરીદી માટે ઐતિહાસિક ઓર્ડરને અંતિમ સ્વરૂપ આપી રહી છે. એરલાઈને Vihaan.AI હેઠળ આગામી પાંચ વર્ષમાં પરિવર્તન માટે રોડમેપ તૈયાર કર્યો છે. આ અવસર પર પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વીડિયો કોન્ફરન્સ દ્વારા એર ઈન્ડિયા-એરબસ ભાગીદારી બેઠકમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને આ મોટી ડીલ માટે અભિનંદન પાઠવ્યા હતા. તો મેક્રોને વડા પ્રધાનને પ્રિય નરેન્દ્ર તરીકે સંબોધ્યા અને આ નવી ભાગીદારીના આમંત્રણ માટે તેમનો આભાર માન્યો.

આ પણ વાંચો: bbc news/આવકવેરાના દરોડા બાદ એડિટર્સ ગિલ્ડનું નિવેદન, કહ્યું – સરકારની ટીકા કરનારાઓ નિશાના પર