Not Set/ ઉપર એરપોર્ટ, નીચે રેલ્વે મથક : ચીને બનાવ્યું વિશ્વનું સૌથી મોટું અનોખું એરપોર્ટ

ચીનની રાજધાની બેઇજિંગમાં વિશ્વનું સૌથી મોટું અને અનોખું એરપોર્ટ તૈયાર થઈ ગયું છે. તેનું ઉદઘાટન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કર્યું હતું.  આ એરપોર્ટ ચીનમાં સામ્યવાદી શાસનના 70 વર્ષ પૂર્ણ થવા પર શરૂ કરવામાં આવ્યું છે. તેનું નામ દાક્સિંગ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. આ એરપોર્ટ બેજિંગમાં દાક્સિંગ ડિસ્ટ્રિક્ટ અને લાંગફાંગની સરહદ પર આવેલુ છે. આ એરપોર્ટ […]

Top Stories World
china1 1 ઉપર એરપોર્ટ, નીચે રેલ્વે મથક : ચીને બનાવ્યું વિશ્વનું સૌથી મોટું અનોખું એરપોર્ટ

ચીનની રાજધાની બેઇજિંગમાં વિશ્વનું સૌથી મોટું અને અનોખું એરપોર્ટ તૈયાર થઈ ગયું છે. તેનું ઉદઘાટન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કર્યું હતું.  આ એરપોર્ટ ચીનમાં સામ્યવાદી શાસનના 70 વર્ષ પૂર્ણ થવા પર શરૂ કરવામાં આવ્યું છે. તેનું નામ દાક્સિંગ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. આ એરપોર્ટ બેજિંગમાં દાક્સિંગ ડિસ્ટ્રિક્ટ અને લાંગફાંગની સરહદ પર આવેલુ છે.

china2 ઉપર એરપોર્ટ, નીચે રેલ્વે મથક : ચીને બનાવ્યું વિશ્વનું સૌથી મોટું અનોખું એરપોર્ટ

આ એરપોર્ટ વિશેની ખાસ વાત એ છે કે તે 173 એકરમાં ફેલયેલું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 100 ફૂટબોલ મેદાનના બરાબર ક્ષેત્રફળ ધરાવે છે. આ એરપોર્ટ એક સ્ટારફિશ જેવું લાગે છે.

ચાઇના 3 ઉપર એરપોર્ટ, નીચે રેલ્વે મથક : ચીને બનાવ્યું વિશ્વનું સૌથી મોટું અનોખું એરપોર્ટ

હાલમાં, એરપોર્ટ પર ચાર રનવે છે. એક અનુમાન મુજબ દર વર્ષે 10 કરોડ મુસાફરો અહીંથી મુસાફરી કરશે અને દર વર્ષે આશરે 40 લાખ ટન કાર્ગો અને અન્ય ચીજોની અવરજવર કરવામાં આવશે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સંપૂર્ણ ક્ષમતા સાથે એરપોર્ટનું સંચાલન કરવામાં 2040 સુધીનો સમય લાગશે.

ચાઇના 4 ઉપર એરપોર્ટ, નીચે રેલ્વે મથક : ચીને બનાવ્યું વિશ્વનું સૌથી મોટું અનોખું એરપોર્ટ

ઉદ્ઘાટન પછી, એરપોર્ટનું પહેલું વિમાન ગ્વાંગઝૂ શહેરમાં ઉડ્યું હતું. તે ચીની એરલાઇન્સનું એ -380 વિમાન હતું. આ વિમાનમથકનું પ્રથમ વિમાન ત્રીસ મિનિટ મોડી ઉડાન ભરી હતી.  મીડિયા અહેવાલો અનુસાર, આ વિલંબ માટે કોઈ ખાસ કારણ આપવામાં આવ્યું નથી.

ચાઇના 5 ઉપર એરપોર્ટ, નીચે રેલ્વે મથક : ચીને બનાવ્યું વિશ્વનું સૌથી મોટું અનોખું એરપોર્ટ

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, એરપોર્ટની ડિઝાઇન બ્રિટિશ આર્કિટેક્ટ જહા હદીદ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. કમનસીબે હદીદનું 2016 માં અવસાન થયું. 2015 માં એરપોર્ટનું નિર્માણ શરૂ થયું હતું. તેને બનાવવામાં લગભગ ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે.

ચાઇના 6 ઉપર એરપોર્ટ, નીચે રેલ્વે મથક : ચીને બનાવ્યું વિશ્વનું સૌથી મોટું અનોખું એરપોર્ટ

ખાસ વાત એ છે કે એરપોર્ટની નીચે એક રેલ્વે સ્ટેશન અને મેટ્રો લાઇન પણ બનાવવામાં આવી છે. મુસાફરો માટે આ વધુ સુવિધાજનક બનશે, કારણ કે તેનાથી મુસાફરો ખૂબ ઝડપથી શહેરમાં પહોંચી શકશે.

અત્યારે દુબઈનો કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક એ ક્ષેત્રે વિશ્વનું સૌથી મોટું વિમાનમથક છે. તે 77,600 હેક્ટર જમીન પર બનાવવામાં આવ્યું છે.

igi file 092619124843 ઉપર એરપોર્ટ, નીચે રેલ્વે મથક : ચીને બનાવ્યું વિશ્વનું સૌથી મોટું અનોખું એરપોર્ટ

ભારતની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં વિશ્વનું 5 મો સૌથી મોટું એરપોર્ટ બનાવવાની તૈયારી ચાલી રહી છે. ગ્રેટર નોઈડાના સૂચિત જેવર એરપોર્ટને દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી બમણું મોટું કરવામાં આવશે.

igi file 092619124843 ઉપર એરપોર્ટ, નીચે રેલ્વે મથક : ચીને બનાવ્યું વિશ્વનું સૌથી મોટું અનોખું એરપોર્ટ

જેવર એરપોર્ટનો આ પ્રોજેકટ, 2022-23માં તૈયાર થયા બાદ તે વિશ્વનું 5માં નંબરનું સૌથી મોટું એરપોર્ટ બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.