airport/ એરપોર્ટસ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા આટલાં એરપોર્ટને સલામત પ્રવાસનું હેલ્થ એક્રિડેશન અપાયુ

એરપોર્ટસ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા આટલાં એરપોર્ટને સલામત પ્રવાસનું હેલ્થ એક્રિડેશન અપાયુ

Top Stories India
corona ૧૧૧૧ 44 એરપોર્ટસ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા આટલાં એરપોર્ટને સલામત પ્રવાસનું હેલ્થ એક્રિડેશન અપાયુ

 @ભાવેશ રાજપૂત, અમદાવાદ

અદાણી કંપની દ્વારા સંચાલિત અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ  આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, મેંગ્લોર અને લખનઊના એરપોર્ટસને, એરપોર્ટસ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) એરપોર્ટ હેલ્થ એક્રિડીટેશન પ્રોગ્રામ હેઠળ એરપોર્ટસ ઉપર પેસેન્જરોની સલામતિ માટે હાથ ધરવામાં આવેલા અસામાન્ય પ્રતિબંધાત્મક પગલાંને વૈશ્વિક માન્યતા આપીને એક્રિડીટેશન આપવામાં આવ્યું છે. ACI એ હાથ ધરેલી મૂલ્યાંકન પ્રક્રિયામાં 118 ચેક પોઈન્ટસ આધારિત પૂરાવાની સમિક્ષા કરીને હાથ ધરવામાં આવી હતી.

Adani group may take over Ahmedabad airport operations in April 2020 |  Business News,The Indian Express

ACI ની ચકાસણીમાં પ્રવાસીઓનાં આગમન અને પ્રયાણ દરમ્યાન ટ્રાન્સફર, ટ્રાન્સપોર્ટેશન સર્વિસ, જમવાનું અને પેઈડ સેવાઓ, એસ્કેલેટર્સ, એલીવેટર્સ, લોન્જ, સુવિધાઓ અને બેગેજ ક્લેઈમ તથા અન્ય વિસ્તારોમાં એરપોર્ટસ દ્વારા પ્રવાસીઓ અને સ્ટાફના આરોગ્ય અને સલામતિ માટેનાં પગલાંને આવરી લેવામાં આવ્યા છે. આ પ્રોગ્રામ એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે તેનાથી પ્રવાસ કરનાર જનતા માટે એરપોર્ટની સુવિધાઓ સલામત બની  રહે અને આરોગ્યના જોખમો ઘટાડવા માટેની સાવચેતીઓનું પાલન થતું રહે.

Gandhinagar / આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વય થી જ આગળ વધી શકાય :રાજ્યપ…

 અદાણી એરપોર્ટ વિશે-

અદાણી એરપોર્ટસ એ અદાણી જૂથની ફ્લેગશીપ કંપની, અદાણી એન્ટરપ્રાઈઝીઝની પેટા કંપની છે અને તેમને એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડીયા (એએઆઈ)  દ્વારા હાથ ધરાયેલી  વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ટેન્ડરીંગ પ્રક્રિયા મારફતે અમદાવાદ, લખનઊ, મેંગ્લોર, જયપુર, ગૌવાહાટી અને તિરૂવંતપુરમ સહિત 6 એરપોર્ટસના આધુનિકરણ અને સંચાલનની જવાબદારી મળી છે. જેમાંથી અમદાવાદ, લખનઉ અને મેંગ્લોર એરપોર્ટસનું સંચાલન વર્ષ 202 0માં હસ્તગત કર્યું છે. અદાણી કંપની નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ વિકસાવવાના હક્કો સહિત, મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં બહુમતિ હિસ્સો હાંસલ કરવાની પ્રક્રિયામાં છે. એકત્રિત ક્ષમતા મુજબ અદાણી એરપોર્ટસ વાર્ષિક 75 મિલિયન પ્રવાસીઓ માટે કામગીરી સંભાળશે.

Business / વૈશ્વિક મહામારી કોરોનાના કહેર વચ્ચે પણ 2020 માં ચીનની અર્થવ્…

Covid-19 / એક જ શાળાની 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ, વાલીઓમાં ચિંતાન…

Weather / હવામાન વિભાગની આગાહી, આગામી સમયમાં ગુજરાતમાં પડી શકે માવઠું…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…