IND vs ENG/ અજિક્ય રહાણેનું ખરાબ ફોર્મ ટીમ માટે સંકટ, બેટિંગ કોચ રાઠોડ સમર્થનમાં ઉતર્યા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટેસ્ટનાં વાઇસ-કેપ્ટન અજિંક્ય રહાણે પોતાના ખરાબ ફોર્મ સામે લડી રહ્યો છે.

Sports
રહાણે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટેસ્ટનાં વાઇસ-કેપ્ટન અજિંક્ય રહાણે પોતાના ખરાબ ફોર્મ સામે લડી રહ્યો છે. ઓવલ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં, બેટિંગ માટે અનુકૂળ પીચ પર રહાણે કોઈ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. તે પહેલા, લોર્ડ્સ ટેસ્ટમાં બનાવેલા મૂલ્યવાન રન અને પૂજારા સાથેની કરેલી ભાગીદારી સિવાય રહાણેનું બેટથી રન નિકળ્યા નથી. રહાણેનાં ખરાબ પ્રદર્શન માટે હવે તેની આકરી ટીકા થઈ રહી છે. જો કે, આ ટીકાઓ છતા ટીમ ઈન્ડિયાનાં બેટિંગ કોચ વિક્રમ રાઠોડે તેના ટેસ્ટ વાઈસ કેપ્ટનને ટેકો આપ્યો છે.

1 107 અજિક્ય રહાણેનું ખરાબ ફોર્મ ટીમ માટે સંકટ, બેટિંગ કોચ રાઠોડ સમર્થનમાં ઉતર્યા

આ પણ વાંચો – Test series / ઇંગ્લેન્ડને જીતવા માટે છેલ્લા દિવસે 291 રનની જરૂર,ભારતની પકડ મજબૂત

ટીમ ઈન્ડિયાનાં બેટિંગ કોચે કહ્યું છે કે, રહાણે અત્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને ટીમ અત્યારે તેના વિશે વધારે ચિંતિત નથી. તેમણે કહ્યું કે, ચાહકો અજિંક્ય રહાણેને ટૂંક સમયમાં સારા ફોર્મમાં આવવાની અપેક્ષા રાખે છે, જેમ ચેતેશ્વર પૂજારાએ અગાઉ સીરીઝમાં કર્યું હતું. લંડનનાં ઓવલ મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. ભારતે પોતાની બીજી ઇનિંગમાં 466 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડ સામે 368 રનનો લક્ષ્યાંક આપ્યો. ચોથા દિવસની રમતનાં અંતે ઈંગ્લેન્ડે વિના નુકશાન 77 રન બનાવ્યા હતા. આ રીતે, ઈંગ્લેન્ડ હવે લક્ષ્યથી 291 રન દૂર છે. ભારતે પ્રથમ ઇનિંગમાં 191 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડે 290 રન બનાવ્યા હતા અને 99 રનની લીડ મેળવી હતી.

1 106 અજિક્ય રહાણેનું ખરાબ ફોર્મ ટીમ માટે સંકટ, બેટિંગ કોચ રાઠોડ સમર્થનમાં ઉતર્યા

આ પણ વાંચો – ટીમ ઇન્ડિયા માં ફરી કોરોના સંક્રમણ / ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા

ચોથા દિવસની રમત પૂરી થયા બાદ પત્રકાર પરિષદમાં ટીમ ઈન્ડિયાનાં કોચે કહ્યું કે, ‘આ સમયે કોઈ ચિંતા નથી. મેં અગાઉ પણ કહ્યું હતું કે જ્યારે તમે આટલા લાંબા સમય સુધી ક્રિકેટ રમશો, ત્યારે તમારી પાસે એવા તબક્કાઓ હશે જ્યાં તમને રન નહીં મળે. આ તે સમય છે જ્યારે એક ટીમ તરીકે તમારે તેને ટેકો આપવાની જરૂર છે. અમે જોયુ છે કે, પુજારાની સાથે તે વધુ તક મળી અને પછી તેણે વાપસી કરી, તેણે આપણા માટે કેટલીક મહત્વની ઇનિંગ્સ રમી છે. અમને આશા છે કે અજિંક્ય પણ ફોર્મમાં પાછો આવશે, અને તમે જાણો છો કે તે હજુ પણ ભારતીય ટીમની બેટિંગમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેથી, મને નથી લાગતું કે આપણે તે બિંદુએ પહોંચી ગયા છીએ જ્યાં તે ચિંતાનું કારણ બનવું જોઈએ.