uttarpradesh/ લોકસભા ચૂંટણીમાં અખિલેશ યાદવને સૌથી મોટો ફાયદો થયો

છ ગણી વધુ બેઠકો મળી

Top Stories India
White Minimalist And Natural Travel YouTube Thumbnail 2 લોકસભા ચૂંટણીમાં અખિલેશ યાદવને સૌથી મોટો ફાયદો થયો

 

Uttarpradesh News : અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ રાજ્યમાં 37 બેઠકો પર લીડ જાળવી રાખી છે. જો વલણ પરિણામમાં પરિવર્તિત થાય તો 25 વર્ષ પછી સમાજવાદી પાર્ટીનું આ શ્રેષ્ઠ પ્રદર્શન હશે.

બીજીતરફ 400 સીટ પાર કરવાના નારા સાથે લોકસભા ચૂંટણી લડનારી ભાજપને નિરાશા હાથ લાગી છે. હાલના ટ્રેન્ડ મુજબ તે 240 સીટ પર જ આગળ છે. આ પ્રકારે બહુમતી પાછળ 32 સીટો બાકી છે. તેમઠત્તા એનડીએના લહયોગીઓ સાથે સરકાર બનાવવાના માર્ગ પર છે.  આ તમામ પરિણામ વચ્ચે તમામ લોકોની નદર ઉત્તરપ્રદેશ પર છે. સમાદજવાદી પાર્ટીએ રાજ્યમાં 37 બેઠકો પર પોતાની લીડ જાળવી રાખી ચે.

અગાઉ 1999ની સામાન્ય ચૂંટમીમાં સપાએ 41 લોકસભા બેઠકો જીતી હતી. ત્યારબાદ 2004માં તેના 36 સાંસદો જીત્યા હતા. ઉપરાંત 2009માં પણ તેનો આંકડો માજ્ત્ર 23 સીટનો હતો. બાદમાં 2014માં સામાન્ય ચૂંટણીમાં ભાજપની લહેર  દરમિયાન તેને માત્ર પાંચ બેઠકો મળી શકી હતી. આ હાલતમાં આ વખતે 37 બેઠક જીતવી તેના માટે મહત્વપુર્ણ રહેશે.  2019ની સામાન્ય ચૂંટણીમાં  પણ તે પાંચ પર જ રહી હતી. આમ આ રીતે જોવા જઈએ તો તેને છ ગણી સીટો વધુ મળશે. આ સફળતાથી અખિલેશ યાદવ માટે મોટી રાહત થઈ છે.

2017 માં વિધાનસભા ચૂંટણી હારતા પહેલા તેમને 2014 ની સામાન્ય ચૂંટમીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં 2019 અને 2022 ની સામાન્ય ચૂંટણીમાં પણ અખિલેશને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. તેમની 10 વર્ષની રાહ હવે પુરી થઈ છે. તેમની પાર્ટી રાજ્યામાં સૌથી વધુ સીટો જીતી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. આમ યુપીમાં બે છોકરા ખિલેશ યાદવ અને રાહુલ ગાંધીના નારા કામ કરી ગયા. આ જીત સાથે સપાએ ણ પોતાની વોટ ટકાવારીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. રસપ્રદ વાત એ છે કે રાજ્યમાં 41 ટકા વોટ  મળવા છતા ભાજપને માત્ર 33 સીટો પર જ લીડ મળી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નીતિશ કુમારની શરદ પવાર સાથે વાતચીત

આ પણ વાંચો: યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણી લગભગ સાચી! વલણોમાં NDA અને I.N.D.I.A.ની શું છે સ્થિતિ?

આ પણ વાંચો: વારાણસી સીટ પર પીએમ મોદી પાછળ, તો કોંગ્રેસે કહ્યું- આ ટ્રેલર છે