Bollywood/ અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું બદલાયું નામ, જુઓ નવું પોસ્ટર

અક્ષય કુમારે ટ્વિટર પર ‘લક્ષ્મી’ નું પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યું, “હવે દરેક ઘર માં લક્ષ્મી આવશે! 9 નવેમ્બરના રોજ પરિવાર સાથે તૈયાર રહો.” આ પોસ્ટર આવવાની સાથે જ ટ્વિટર પર #KiaraAdvani  ટ્રેન્ડ કરી રહી છે.

Entertainment
a 164 અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નું બદલાયું નામ, જુઓ નવું પોસ્ટર

અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ નામ બદલીને ‘લક્ષ્મી’ રાખવામાં આવ્યું છે. હવે આ નામનું એક નવું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કિયારા અડવાણી પણ અક્ષય સાથે જોવા મળી રહી છે. આ ફિલ્મ 9 નવેમ્બર 2020 ના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. તેના ટ્રેલરને પ્રેક્ષકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આવી સ્થિતિમાં ચાહકો આતુરતાથી ફિલ્મની રિલીઝની રાહ જોઇ રહ્યા છે.

અક્ષય કુમારે ટ્વિટર પર ‘લક્ષ્મી’ નું પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યું, “હવે દરેક ઘર માં લક્ષ્મી આવશે! 9 નવેમ્બરના રોજ પરિવાર સાથે તૈયાર રહો.” આ પોસ્ટર આવવાની સાથે જ ટ્વિટર પર #KiaraAdvani  ટ્રેન્ડ કરી રહી છે. અભિનેત્રીનો લુક ચાહકોને પસંદ આવી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, ‘લક્ષ્મી બોમ્બ’ નું નામ બદલીને ‘લક્ષ્મી’ કરવામાં આવ્યું છે. સેન્સર બોર્ડની સલાહ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. અક્ષય કુમાર સાથે ફિલ્મની સહ નિર્માતા શબીના ખાન અને તુષાર કપૂરે એક દૃશ્ય સાથે ફિલ્મનું નામ બદલવાનું નક્કી કર્યું. આ ફિલ્મનું દિગ્દર્શન રાઘવ લોરેન્સ દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ગૌતમ કીચલૂની થઇ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ, જુઓ લગ્નની પહેલી તસ્વીર

રિપોર્ટ અનુસાર, રાજસ્થાન સ્થિત એક સંસ્થા – શ્રી રાજપૂત કરણી સેનાએ ફિલ્મના નામ પર વાંધો ઉઠાવતા કહ્યું હતું કે ફિલ્મનું નામ દેવી લક્ષ્મીનું અપમાન કરે છે અને લાગણીઓને ઠેસ પહોંચાડે છે. આ અંગે ફિલ્મ નિર્માતાઓને સંસ્થા દ્વારા કાનૂની નોટિસ પણ આપવામાં આવી હતી.

આ હોરર કોમેડી ફિલ્મમાં અક્ષય સિવાય કિયારા અડવાણીએ અભિનય કર્યો છે. તે તમિળ ફિલ્મ મુમી 2: કંચનાની રિમેક છે. આ ફિલ્મ 9 નવેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઇપી પર રિલીઝ થવાની છે.

આ પણ વાંચો: સંજય દત્તે કેન્સરને માત આપ્યા બાદ બદલ્યો તેનો લુક,જુઓ