Not Set/ સુરતઃ માંગરોળ અને ઓલપાડનાં 20 જેટલા ગામોને કરાયા એલર્ટ

સુરત જીલ્લામાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ છે. જીલ્લામાં પડેલા ભારે થી અતિ ભારે વરસાદ ને  કારણે જિલામાં ઠેરઠેર પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદના કારણે કીમ નદી ફરી વાર બે કાંઠે વહી રહી છે, કાંઠા વિસ્તારના ગામના લોકો ચિંતાતુર બન્યા છે. તંત્ર  દ્વારા માંગરોળ અને ઓલપાડના 20 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. એક […]

Gujarat Surat
surat Mangrol સુરતઃ માંગરોળ અને ઓલપાડનાં 20 જેટલા ગામોને કરાયા એલર્ટ

સુરત જીલ્લામાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ છે. જીલ્લામાં પડેલા ભારે થી અતિ ભારે વરસાદ ને  કારણે જિલામાં ઠેરઠેર પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ભારે વરસાદના કારણે કીમ નદી ફરી વાર બે કાંઠે વહી રહી છે, કાંઠા વિસ્તારના ગામના લોકો ચિંતાતુર બન્યા છે. તંત્ર  દ્વારા માંગરોળ અને ઓલપાડના 20 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. એક ટીમ NDRF અને એક SDRF ની ટીમ ખડેપગે હાજર રહેવા સુચના આપવામાં આવી છે.

તો ઉકાઈ ડેમની જળસપાટી 332.22 ફૂટ પર પહોંચી છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક 5.88 લાખ ક્યુસેક થઇ છે. જેમાંથી 1.75 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે તાપી નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અને સ્થાનિક લોકોને નદીમાં નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકો ને અફવા નહી ફેલાવવાની અપીલ પણ કરવામાં આવી છે.

તો બીજી બાજુ સુરત મહાનગર પાલિકાએ શહેરમાં ભરાયેલ પાણીના નિકાલ માટે 29 ડિવોટરિંગ પમ્પ ગોઠવ્યા છે. એકથી ચાર વર્ગના તમામ કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. દર બે કલાકે સાચી મહિતી આપવા કમિશ્નર દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે. અને  શહેરમાં જર્જરિત મકાનોનું ચેકીંગ કરવા પાલિકા કમિશનર દ્વારા સુચના આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.