Not Set/ વેડિંગ વેન્યૂ જોવા જોધપુર પહોંચ્યા આલિયા અને રણબીર?

આલિયા અને રણબીર જોધપુરના એરપોર્ટની બહાર જોવા મળ્યા હતા. આ દરમિયાન આલિયાએ જીન્સ સાથે ક્રોપ ટોપ અને ગ્રીન-વ્હાઇટ જેકેટ પહેર્યું હતું…..

Entertainment
આલિયા અને રણબીર

લગ્નની સીઝન ધીમે ધીમે નજીક આવી રહી છે અને આવી સ્થિતિમાં, ચાહકો એ જાણીને ઉત્સાહિત છે કે હવે કયું બોલિવૂડ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે. તે જ સમયે, બોલીવુડની સૌથી સુંદર ગર્લ આલિયા ભટ્ટ અને હેન્ડસમ હંક રણબીર કપૂર જોધપુરમાં જોવા મળ્યા હતા. હવે તેમની તસવીરો સામે આવ્યા બાદ ચર્ચા થઈ રહી છે કે બંને લગ્ન માટે સ્થળ જોવા ગયા હતા. આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં આલિયા અને રણબીર સાથે જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :કંગના રનૌતે શેર કરી સ્કૂલ યૂનિફોર્મમાં તસવીર, બોયકટ હેરમાં લાગી રહી છે ક્યુટ

જોધપુરમાં થયા સ્પોટ

આલિયા અને રણબીર જોધપુરના એરપોર્ટની બહાર જોવા મળ્યા હતા. આ દરમિયાન આલિયાએ જીન્સ સાથે ક્રોપ ટોપ અને ગ્રીન-વ્હાઇટ જેકેટ પહેર્યું હતું. તે જ સમયે, રણબીર બ્રાઉન કલરના આઉટફિટમાં હતો. તેણે સનગ્લાસ પણ પહેર્યા હતા અને માસ્ક પહેર્યું હતું. ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. કોમેન્ટ્સ વિભાગમાં, યુઝર્સે લખવાનું શરૂ કર્યું કે તેઓ લગ્ન માટે સ્થળ જોવા આવ્યા છે.

Instagram will load in the frontend.

લાંબા સમયથઈ ચલી રહી છે અટકળો

અત્યાર સુધી બંને પરિવારો તરફથી આ અંગે કોઈ માહિતી મળી નથી. 28 સપ્ટેમ્બરે રણબીર કપૂરનો જન્મદિવસ પણ છે. આવી સ્થિતિમાં એવું પણ બની શકે છે કે તે અહીં પોતાનો જન્મદિવસ ઉજવવા પહોંચ્યો હોય. આ પહેલી વાર નથી જ્યારે આ કપલના લગ્નની ચર્ચા થઈ રહી છે, આ પહેલા પણ ઘણી વખત આવી અફવાઓ ફેલાઈ છે.

a 393 વેડિંગ વેન્યૂ જોવા જોધપુર પહોંચ્યા આલિયા અને રણબીર?

આ પણ વાંચો : યશરાજ ફિલ્મની 4 મોટી ફિલ્મો આ તારીખે રિલીઝ થશે..જાણો વિગતો

 જયપુર પહોંચ્યા પછી પણ થઇ હતી ચર્ચા

2021 નવા વર્ષ નિમિત્તે આલિયા અને રણબીર તેમના પરિવારના સભ્યો સાથે જયપુર ગયા હતા. ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ લગ્ન સ્થળ નક્કી કરવા આવ્યા હતા. જોકે, આ સમાચાર ખોટા હોવાનું બહાર આવ્યું છે. તેણે ત્યાં નવું વર્ષ ઉજવ્યું હતું.

a 394 વેડિંગ વેન્યૂ જોવા જોધપુર પહોંચ્યા આલિયા અને રણબીર?

મહત્વનું છે કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના બની રહેલા ઘરની મુલાકાત કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન તેણે બ્લેક ક્રોપ ટોપ અને ટાઇટ્સ પહેર્યું હતું. આ સાથે, તેણે સફેદ સ્નીકરને પણ મેચ કર્યો. આલિયા ભટ્ટ આ લુકમાં ખૂબ જ સ્માર્ટ અને સુંદર લાગી રહી હતી. આલિયા ભટ્ટ પણ ઘર જોવા માટે રણબીર કપૂરની કારમાં પહોંચી હતી. સ્થળ પર પહોંચ્યા બાદ તેમણે સમગ્ર ઘરનું નિરીક્ષણ કર્યું અને ત્યાં હાજર લોકો સાથે વાત પણ કરી. તે કદાચ બધા રૂમ અને આખું ઘર નજીકથી જોઈ રહી હતી. આ પછી, તે ઉપરના માળે પણ ગઈ અને જોયું કે ઘરમાં કામ સંપૂર્ણપણે ચાલી રહ્યું છે.

હાલમાં, આ અહેવાલોમાં કેટલું સત્ય છે, તેનો જવાબ ફક્ત આલિયા અને રણબીર જ આપી શકે છે. એક ઈન્ટરવ્યુમાં રણબીરે કહ્યું હતું કે જો કોરોના ન આવ્યો હોત તો તે અત્યાર સુધીમાં લગ્ન કરી લેત. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રણબીર અને આલિયા પહેલી વખત બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળશે. આ સિવાય રણબીરની ફિલ્મ શમશેરા રિલીઝ થવાની છે. આલિયા ખૂબ જ જલ્દી ગંગુબાઈ કાઠિયાવાડી અને RRR માં પણ જોવા મળશે.

આ પણ વાંચો :શિલ્પા શેટ્ટીથી લઈને કપિલ શર્મા સુધી, સેલેબ્સની આ નાની દીકરીઓ દિલ જીતી લેશે

આ પણ વાંચો :દીકરીના નખરાં જોઈને હરખાઈ શિલ્પા શેટ્ટી, શેર કર્યો સમિષાનો ક્યૂટ વિડીયો