નામકરણ/ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે બાળકીનું કર્યું નામકરણ,જાણો શું રાખ્યું છે નામ

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ખાસ પોસ્ટ શેર કરી ચાહકોને તેના નાની પરીની પ્રથમ ઝલક બતાવતા ચાહકો ખુશ થયા છે અને પુત્રીનું નામ પણ જાહેર કર્યું છે.

Entertainment
9 3 9 આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે બાળકીનું કર્યું નામકરણ,જાણો શું રાખ્યું છે નામ

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ખાસ પોસ્ટ શેર કરી ચાહકોને તેના નાની પરીની પ્રથમ ઝલક બતાવતા ચાહકો ખુશ થયા છે અને પુત્રીનું નામ પણ જાહેર કર્યું છે. દીકરીનું નામ જણાવવાની સાથે આલિયા ભટ્ટે નામનો અર્થ પણ જણાવ્યો છે.બોલીવુડની ખુબસુરત દંપતી આલિયા ભટ્ટ અને રણબીર કપુર છે. થોડા દિવસ પહેલા જ આલિયા ભટ્ટે દિકરીને જન્મ આપ્યો છે.તેમના નામના લઇને ચાહકોમાં ભારે ઇન્તજાર કરી રહ્યા હતા તેમના આતુરતાનો અંત આવ્યો છે.આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની બાળકીનું નામકરણ થઇ ગયું છે.  આલિયાએ જણાવ્યું છે કે, તેની લાડલીનું નામ તેની દાદી નીતૂ કપૂરે રાખ્યું છે.

આલિયાએ કરેલી પોસ્ટ અંગે વાત કરીએ તો તેને એક ઝાંખી તસવીર શેર કરી છે. જેમાં તે અને રણબીર તેની પુત્રી સાથે જોવા મળી રહ્યા છે. રણબીરની ગોદમાં તેની બાળકી છે, જે તેના માથા પર હાથ ફેરવતો નજર આવે છે. આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ  પર તસવીર શેર કરી તેની બાળકીના નામ વિશે ખાસ માહિતી શેર કરી છે. આલિયાએ જણાવ્યું છે કે, તેની બાળકીનું નામ ‘રાહા’ રાખવામાં આવ્યું છે. આ સાથે આલિયાએ ‘રાહા’નો મતલબ પણ જણાવ્યો છે.

આલિયાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, ‘રાહા’નો વિશાળ મતલબ છે. ‘રાહા’નો મતલબ દિવ્ય રાસ્તા છે. સંસ્કૃમાં રાહાનો અર્થ કુલ, વંશ, કુટુંબ કે ધરાના કહી શકાય છે. જ્યારે બંગલામાં ‘રાહા’ને રેસ્ટ, આરામ, રિલીફ કહેવામાં આવે છે. તો અરેબિકમાં શાંત અને ખુશિયા, આઝાદી તેમજ ક્લાયણ પણ થાય છે. આલિયાએ વધુમાં પોસ્ટમાં લખ્યું છે કે, આ નામ અનુસાર પ્રથમ ક્ષણમાં જ અમે આ તમામ વસ્તુનો અનુભવ કર્યો છે.