Not Set/ લો હવે આલિયાની માતા સોની રાઝદાનને રહેવું છે પાકિસ્તાનમાં

આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન એક સારી કલાકાર છે અને  તે પોતાની વાત સ્પષ્ટતાપૂર્વક કહેવા માટે જાણીતી છે. તે હાલમાં નો ફાધર્સ ઇન કાશ્મીર ફિલ્મનું શૂટિંગના પ્રમોશનમાં વ્યસ્ત છે. અને આ ફિલ્મના પ્રમોશન દરમિયાન તેણે ઘણી વાતો પર પોતાનો મત વ્યક્ત કર્યો અને તેણે કહ્યું કે ઘણી વાર મને લાગે છે કે મારે પાકિસ્તાન જતા […]

Uncategorized
fathrs in kashmir લો હવે આલિયાની માતા સોની રાઝદાનને રહેવું છે પાકિસ્તાનમાં

આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન એક સારી કલાકાર છે અને  તે પોતાની વાત સ્પષ્ટતાપૂર્વક કહેવા માટે જાણીતી છે. તે હાલમાં નો ફાધર્સ ઇન કાશ્મીર ફિલ્મનું શૂટિંગના પ્રમોશનમાં વ્યસ્ત છે. અને આ ફિલ્મના પ્રમોશન દરમિયાન તેણે ઘણી વાતો પર પોતાનો મત વ્યક્ત કર્યો અને તેણે કહ્યું કે ઘણી વાર મને લાગે છે કે મારે પાકિસ્તાન જતા રહેવું જોઈએ.

એક મુલાકાતમાં સોનીએ કહ્યું કે  હું જ્યારે પણ  કાશ્મીરના મુદ્દે કોઈ વાત કહું છું તો હું ટ્રોલર્સના નિશાને આવી જાઉં છું.  જો હું પાકિસ્તાન અને કાશ્મીર વિશે વાત કરુ છું તો લોકો મને દેશદ્રોહી કહેવા લાગે છે. મને લાગે છે કે કાશઅમીર અને પાકિસ્તાનમાં કલ્ચર બેલેન્સ નાશ પામ્યું છે મને દેશદ્રોહી કહેવાય છે અને લોકો મને  પાકિસ્તાન મોકલવાનું શરૂ કરી દે છે.

સોની રાઝદાને એમ પણ કહ્યું કે ક્યારેક ક્યારેક હું વિચારું છું કે  મારે પાકિસ્તાન જ ચાલ્યા જવું જોઈએ. હું ત્યાં ખુશ રહીશ,ત્યાંનું ખાવાનું  પણ ઘણું સારું છે. અહીંયા તો લોકો મને ભગાડી મૂકે છે. ઘણા લોકોએ મને કહ્યું કે તારે પાકિસ્તાન જવું જોઈએ. જોકે મારા જેવું વિચારનારા ઘણા છે તેથી મને ફરક નથી પડતો કે  કોણ શું કહે છે.

હું જાણું છું કે કોઈ દેશની ટીકા કરે છે તો લોકો સૌથી પહેલા  તેને દેશદ્રોહી કહે છે મને પણ આવું કહેવામાં આવ્યું છે. મને મારા દેશ માટે પ્રેમ છે લોકો હુ કહીશ તો તેની ટીકા પણ કરશે કારણ કે તેઓ પણ દેશપ્રેમ ધરાવે છે.  જોકે દેશના વિકાસ માટે સારી બાબતોની સાથે સાથે ખોટી વાત જણાવવી પણ જરૂરી છે.

નો ફાધર્સ ઇન કાશ્મીર ફિલ્મમાં  16 વર્ષના કિશોરોની વાત છે જેઓ  પોતાના પિતાને શોધી રહ્યા છે આ ફિલ્મ 5 એપ્રિલે રીલીઝ થઈ રહી છે.