Not Set/ જેકી શ્રોફ અને ગોંવિદાને કોર્ટે ફટકાર્યો દંડ, જાણો શું છે કારણ…

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની એક ગ્રાહક અદાલતે પેઇન કિલરને પ્રોત્સાહન આપવા બદલ ગોવિંદા અને જેકી શ્રોફને 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત તેલ બનાવતી કંપનીને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. એક યુવકે હર્બલ તેલ બનાવતી કંપની અને તેના બે સેલિબ્રિટી બ્રાન્ડ એમ્બેસડર સામે પાંચ વર્ષ પહેલાં દાવો દાખલ કર્યો હતો, જેનો નિર્ણય હવે લેવામાં આવ્યો […]

Uncategorized
aaaamaha 15 જેકી શ્રોફ અને ગોંવિદાને કોર્ટે ફટકાર્યો દંડ, જાણો શું છે કારણ...

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની એક ગ્રાહક અદાલતે પેઇન કિલરને પ્રોત્સાહન આપવા બદલ ગોવિંદા અને જેકી શ્રોફને 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત તેલ બનાવતી કંપનીને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.

એક યુવકે હર્બલ તેલ બનાવતી કંપની અને તેના બે સેલિબ્રિટી બ્રાન્ડ એમ્બેસડર સામે પાંચ વર્ષ પહેલાં દાવો દાખલ કર્યો હતો, જેનો નિર્ણય હવે લેવામાં આવ્યો છે.

ફરિયાદમાં આરોપ લગાવામાં આવ્યો છે કે 15 દિવસની અંદર દુખાવો દૂર ન થયો. જેવો કે આ જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો હતો.

જુલાઈ, 2012 માં, અખબારમાં એક જાહેરાત જોયા પછી, મુઝફ્ફરનગરના વકીલ અભિનવ અગ્રવાલે તેમના 70 વર્ષના પિતા બ્રિજ ભૂષણ અગ્રવાલ માટે 3,600 રૂપિયામાં પીડા રાહત હર્બલ તેલ મંગાવ્યું.

જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો ગ્રાહકોને ફાયદો નહીં થાય તો રૂપિયા 15 દિવસમાં પરત કરવામાં આવશે.

દસ દિવસના ઉપયોગ પછી પણ દુખાવો દૂર થઈ શક્યો નહીં, ત્યારબાદ અગ્રવાલે મધ્યપ્રદેશ કંપનીના પ્રતિનિધિ સાથે વાત કરી અને તેઓને ઉત્પાદન પાછું આપી દેવા અને તેને પૈસા પરત આપવાનું કહ્યું.

જો કે, કંપનીએ પૈસા પાછા આપ્યા નહીં અને વકીલનો ફરીથી સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણીને પરેશાન કરવાનું શરૂ કર્યું.

ત્યારબાદ વકીલે ગ્રાહક અદાલતમાં ફરિયાદ નોંધાવી. તેમણે જણાવ્યું, “મેં આ ઉત્પાદન ખરીદ્યું કારણ કે ગોવિંદા અને જેકી શ્રોફ જેવી હસ્તીઓ તેનો પ્રચાર કરી રહી હતી. કંપનીએ વચન આપ્યું હતું કે 15 દિવસમાં દુખાવો દૂર થઈ જશે, પરંતુ તેઓએ મારા સાથે છેતરપીંડી કરી હતી.

કોર્ટે આ કેસથી સંબંધિત પાંચેય લોકોને ગોવિંદા, જેકી શ્રોફ, ટેલિમાર્ટ શોપિંગ નેટવર્ક પ્રા.લિ. અને મૈક્સ કમ્યુનિકેશનને વળતર રૂપે 20 હજાર રૂપિયા આપવાનો નિર્દેશ આપ્યો છે.

આ ઉપરાંત ફર્મને આદેશ આપવામાં આવ્યો કેકાનૂની ખર્ચા સાથે સાથે અગ્રવાલને વાર્ષિક 9 ટકાના વ્યાજ દરે  3,600 રૂપિયા ચૂકવે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.