Shocking/ ભારતીય ક્રિકેટમાં All is not well, રવિ શાસ્ત્રી અને BCCI આમને-સામને

છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટની અંદર Unity ની અછત જોવા મળી રહી છે. દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ અને વન-ડે માં હાર મળ્યા બાદ લગભગ રોજ કોઇને કોઇ વિવાદાસ્પદ નિવેદન સામે આવી રહ્યુ છે. 

Sports
રવિ શાસ્ત્રી vs BCCI

છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટની અંદર Unity ની અછત જોવા મળી રહી છે. દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ અને વન-ડે માં હાર મળ્યા બાદ લગભગ રોજ કોઇને કોઇ વિવાદાસ્પદ નિવેદન સામે આવી રહ્યુ છે.

આ પણ વાંચો – પ્રભાવશાળી ક્રિકેટર / ICC T20 મહિલા રેન્કિંગનાં શીર્ષ સ્થાને ભારતની ઓપનર શેફાલી વર્માએ મેળવી જગ્યા

આપને જણાવી દઇએ કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા તરફથી પૂર્વે કેપ્ટનશિપ કરતા વિરાટ કોહલીને આ પદ પરથી હટ્યા બાદ રવિ શાસ્ત્રી કોઇને કોઇને નિવેદન આપી વિવાદને આમંત્રણ આપતા આવ્યા છે. ભારતનાં ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે, ઘણા લોકો વિરાટ કોહલીને સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બનતા જોઇ શકતા નહોતા, આ વાતને તેઓ પચાવી શક્યા નથી. જો કે હવે આ નિવેદન પર ભૂતપૂર્વ ક્રિકેટર માંજરેકરનું પણ નિવેદન સામે આવ્યુ છે. તેમનું માનવું છે કે, વિરાટ ઓછામાં ઓછા એક કે બે વર્ષ સુધી ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન રહી શક્યો હોત. માંજરેકરે કહ્યું કે, રવિ શાસ્ત્રીએ જે પણ કહ્યું છે તે કોઈને કોઈ એજન્ડા હેઠળ કહ્યું હોય તેવું લાગી રહ્યુ છે. માંજરેકરે વધુમાં કહ્યું, ‘મને તેના વિશે કોઈ જાણકારી નથી. હું રવિ શાસ્ત્રીનો મોટો પ્રશંસક હતો, હું તેમની નીચે રમ્યો છું, તે ખેલાડીઓ, મહાન ફાઇટર, સિનિયરને સપોર્ટ કરે છે. મને આ રવિ શાસ્ત્રી 2.0 સમજાતું નથી. તે જાહેરમાં જે કહે છે તે અપેક્ષિત હોય છે, હું તેના પર પ્રતિક્રિયા આપતો નથી. હું અનાદર કરવા માંગતો નથી. તે કોઈ સ્માર્ટ ટિપ્પણીઓ કરતા નથી. તમે તેમની પાછળનો એજન્ડા જોઈ શકો છો. જણાવી દઇએ કે, આ પહેલા પણ શાસ્ત્રીએ કોચ પદેથી નિકળ્યા બાદ કહ્યુ હતુ કે, ભારતીય ખેલાડીઓ “શારીરિક અને માનસિક રીતે થાકેલા છે અને તેમને આરામની જરૂર છે.” તેમણે કહ્યું કે, IPL અને T20 વર્લ્ડ કપ વચ્ચે આરામ કરવા માટે પૂરતો સમય ન મળવાથી અને લાંબા સમય સુધી બાયો બબલમાં રહેવાને કારણે ખેલાડીઓ માનસિક રીતે પ્રભાવિત થાય છે. ભારતીય ટીમ સાથે કોચ તરીકે રવિ શાસ્ત્રીની આ છેલ્લી ટૂર્નામેન્ટ હતી.

આ પણ વાંચો – Political / જાડેજા, વોર્નર બાદ હવે વેસ્ટ ઈન્ડિઝનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે કરી પુષ્પા ફિલ્મનાં હૂક સ્ટેપની કોપી

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ 68 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી ટીમે 40માં જીત મેળવી છે. વિરાટ ભારતીય ક્રિકેટ ઈતિહાસનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે. એક ચેટ દરમિયાન શાસ્ત્રીએ કહ્યું હતું કે, ‘શું વિરાટ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ ચાલુ રાખી શકશે? હા, અલબત્ત, તે ઓછામાં ઓછા આગામી બે વર્ષ સુધી ટીમનો કેપ્ટન રહી શક્યો હોત. આગામી બે વર્ષમાં ભારતને હોમ ગ્રાઉન્ડ પર ઘણી બધી ટેસ્ટ રમવાની છે, આવી સ્થિતિમાં વિરાટની કેપ્ટન્સીમાં 50-60 જીત થઈ શકી હોત, ઘણા એવા લોકો છે જે આ વાત પચાવી શકતા નથી.