Gujarat elecion 2022/ બળવાખોરોનું બધુ બળી ગયુ, 20માંથી 17 બળવાખોરો હાર્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ફક્ત રાજકીય પક્ષો જ નહી બળવાખોરો માટે પણ મોટો પદાર્થપાઠ લઈને આવી છે. વિવિધ રાજકીય પક્ષોમાંથી કુલ 20 બળવાખોરોએ બળવો કર્યો હતો.

Gujarat Gujarat Assembly Election 2022
Gujarat rebellion બળવાખોરોનું બધુ બળી ગયુ, 20માંથી 17 બળવાખોરો હાર્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ફક્ત રાજકીય પક્ષો જ નહી બળવાખોરો માટે પણ મોટો પદાર્થપાઠ લઈને આવી છે. વિવિધ રાજકીય પક્ષોમાંથી કુલ 20 બળવાખોરોએ બળવો કર્યો હતો. તેમાથી 17 બળવાખોરોએ પરાજયનો સામનો કરવો પડયો છે.  ફક્ત પોતાની તાકાત પર લડનારા બળવાખોરો જ જીત્યા હતા. તેમા એનસીપી છોડીને એસપીમાં લડેલા કાંધલ જાડેજા, કોંગ્રેસમાંથી બળવો કરનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ભાજપમાંથી બળવો કરી અપક્ષ લડનારા માવજીભાઈ દેસાઈ જીત્યા છે. મધુ શ્રીવાસ્તવ સહિતના 14 બળવાખોરોની જબરજસ્ત હાર થઈ છે તો ચાર બળવાખોરો ભારે ટક્કર આપ્યા પછી હાર્યા છે.

ભાજપ નેતા માવજી દેસાઈએ પણ પક્ષ સાથે છેડો ફાડીને ધાનેરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ધાનેરા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ માવજી દેસાઈની ટિકિટ કાપતા માવજી દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. માવજી દેસાઈ 2017માં ભાજપના ઉમેદવાર હતા. માવજી દેસાઈની ટિકિટ કપાતા સર્વે સમાજ એકત્ર થયો હતો અને તેમને અપક્ષ ચૂંટણી લડવા માટે આહવાન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક ભારે ચર્ચામાં રહી હતી. આ બેઠક પરથી 2017ની ચૂંટણીમાં માવજી 2000 મતથી હારી ગયા હતા. પરંતુ આ વખતની ચૂંટણીમાં તેમને ભાજપ પક્ષ ટિકિટ આપશે તેવો વિશ્વાસ હતો પરંતુ ભાજપે તેમની ટિકિટ કાપી હતી. અને તેના બદલે ધાનેરા માર્કેટ યાર્ડના ચેરમેન અને કમિટીના સભ્ય ભગવાન પટેલને ટિકિટ આપી હતી. જેથી અપક્ષ ઉમેદવારી કરતા ભાજપે સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે, આજે માવજી દેસાઈએ ભાજપને જ જોરદાર ટક્કર આપી જીત મેળવી હતી.

એનસીપીના સિટીંગના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. કાંધલ જાડેજા 2012માં એનસીપીમાં જોડાયા હતા. એનસીપીએ આ વખતે કાંધલ જાડેજાને કુતિયાણા સીટ પર ટિકિટ ન આપતા નારાજ થઈને તેમણે રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. નોંધનીય છે કે, છેલ્લી 2 ટર્મથી કાંધલ જાડેજા કુતિયાણા બેઠક પરથી એનસીપીના ધારાસભ્ય છે. આ વિસ્તારમાં કાંધલ જાડેજા એક એવું નામ છે કે આ વિધાનસભા વિસ્તારમાં લોકોને કાંધલ જાડેજા કયા પક્ષમાંથી ચૂંટણી લડે છે તેને ધ્યાનમાં રાખવાના બદલે કાંધલ જાડેજાને તેના નામ અને કામના આધારે મત આપે છે. જેને કારણે આજે ફરી તેમની જીત થઈ છે.

એનસીપીના સિટીંગના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. કાંધલ જાડેજા 2012માં એનસીપીમાં જોડાયા હતા. એનસીપીએ આ વખતે કાંધલ જાડેજાને કુતિયાણા સીટ પર ટિકિટ ન આપતા નારાજ થઈને તેમણે રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. નોંધનીય છે કે, છેલ્લી 2 ટર્મથી કાંધલ જાડેજા કુતિયાણા બેઠક પરથી એનસીપીના ધારાસભ્ય છે. વડોદરાના જિલ્લાના સૌથી ધનવાન ઉમેદવાર એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા માત્ર ધોરણ -10 ભણેલા છે, અને તેમના માથે એક પણ કેસ નથી. વર્ષ-2017માં 10 હજાર જેટલા મતોથી પરાજય થયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી હારનો શોક ભુલાવી પુનઃ 2022 ની ચૂંટણી લડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

આ પણ વાંચોઃ

Gujarat election 2022/કુતિયાણામાં કાંધલ જ ચાલ્યોઃ ભાજપ, કોંગ્રેસ, આપ અને 11 અપક્ષને હરાવ્યા

Election Result/ગુજરાતમાં કોંગ્રેસનું 1990 બાદ સૈાથી ખરાબ પ્રદર્શન, 18 બેઠકો પર આગળ