Junagadh News : જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના જુથળ સેવા સહકારી મંડળીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપો થયા છે. જેને પગલે જૂનાગઢ જાણે ભ્રષ્ટાચારનું હબ બની ગયું હોય તેમ અવારનવાર ભ્રષ્ટાચારના બનાવો સામે આવી રહ્યા છે. બીજીતરફ હવે ખેડૂતો દ્વારા જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના જુથળ સેવા સહકારી મંડળીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપો કરવામાં આવ્યો છે. 21 ખેડૂતોની 35 લાખ જેટલી ફિક્સ ડિપોઝિટ ખવાઈ ગઈ હોવાના આક્ષેપ થયા છે. એટલું જ નહીં જુથળ સેવા સહકારી મંડળીના ઓડિટમાં પણ સામે આવ્યું છે કે, 72 લાખ રૂપિયા જેટલી સિલિક સેવા સહકારી મંડળીમાં હોવી જોઈએ તેમાંથી હાલ એક પણ રૂપિયો જુથળ સેવા સહકારી મંડળીમાં નથી.
વિસાવદર બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે કહ્યું કે, આજે જે કંઈ પણ મંડળીઓ છે તેના મંત્રીઓ ગેરરીતિ કરતા હોય છે અને તે મામલે દોઢ બે વર્ષ પહેલા ફરિયાદો પણ થઈ છે અને ગેરરીતી કરનારની ધરપકડ પણ કરાઈ છે.ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે કે, સેવા સહકારી બેંકના ગ્રામ્યથી લઈ જિલ્લા કક્ષા સુધીના અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓ દ્વારા આ સમગ્ર કોભાંડ આચરવામાં આવ્યું છે. આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય છે તો બીજી તરફ માળિયા પોલીસ પણ આ મામલે ફરિયાદ નોંધવા તૈયાર નથી. ખેડૂતો માત્ર એટલું કહી રહ્યા છે કે, આ ભ્રષ્ટાચાર અને કૌભાંડના કારણે હવે ખેડૂતો પાસે આત્મહત્યા કર્યા સિવાય કોઈ વિકલ્પ જ નથી.
બીજી તરફ કિરીટ પટેલે જણાવ્યું કે, આજે જે કંઈ પણ મંડળીઓ છે તેના મંત્રીઓ ગેરરીતિ કરતા હોય છે અને તે મામલે દોઢ બે વર્ષ પહેલા ફરિયાદો પણ થઈ છે અને ગેરરીતી કરનારની ધરપકડ પણ કરાઈ છે. આ તો હું જ્યારે ચૂંટણી લડી રહ્યો છું ત્યારે આ બધા બહારથી આવેલા લોકો ખોટા મુદ્દા ઉઠાવે છે, અને જો ખેડૂતની ચિંતા હોત તો દોઢ વર્ષ પહેલાં જ્યારે ફરિયાદ થઈ ત્યારે આ બધા ક્યાં ગયા હતા, તે મારો પ્રશ્ન છે.જુથળ સેવા સહકારી મંડળીના પ્રમુખ કે. ડી કનેરીયાએ જણાવ્યું હતું કે, જુથળ સેવા સહકારી મંડળીનું જ્યારે ઓડિટ આવ્યું ત્યારે તેમાં ઘણા મુદ્દાઓ ઓડિટમાં સામે આવ્યા છે. ઓડિટ રિપોર્ટમાં જુથળ સેવા સહકારી મંડળીની સિલિક પેટે 63 લાખ રૂપિયા અને 9 લાખ ખાતરના હોવાનું સામે આવ્યું હતું. કુલ મળી 72 લાખ જેટલી જૂથળ સેવા સહકારી મંડળીના અગાઉના મંત્રી કાંતિભાઈ નરસીભાઈ હિંગરાજીયા દ્વારા સહકારી બેંકમાં જમા કરાવેલ નથી.
કાંતિભાઈ હિંગરાજીયા એ પોતાના અંગત ઉપયોગ માટે આ રકમ વાપરી નાખી હોય કે કોઈ બેંકના કર્મચારીઓએ વાપરી નાખી હોય તેનો ખ્યાલ નથી. પરંતુ હાલ જુથળ સેવા સહકારી મંડળી પાસે એક પણ રૂપિયો સિલિકનો નથી. વધુમાં જણાવ્યું કે, જુથળ સેવા સહકારી મંડળીમાં 21 થી વધુ ખેડૂતોએ પોતાના રૂ 33 લાખથી વધુ રૂપિયા ફિક્સ ડિપોઝિટ તરીકે જમા કરાવ્યાં હતા અને 72 લાખ રૂપિયા જેટલા હાથ પરની સિલિકની રકમમાંથી એક પણ રૂપિયો હાલ જુથળ સેવા સહકારી મંડળીમાં નથી. આ મામલે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલને પણ રજૂઆત કરી હતી, પરંતુ તેના દ્વારા કહેવામાં આવ્યું કે, મંત્રી દ્વારા ખેડૂતોને જે રસીદ આપવામાં આવી હતી તે ખોટી છે. તેમજ કિરીટ પટેલે કહ્યું કે, સારું કહેવાય તમારે ઓછી રકમની ઉચાપત થઈ છે તમારે તો ખુશ થવાની વાત છે તમારે તો લાપસીના આંધણ મૂકવા જોઈએ, ત્યારબાદ થોડો સમય જતા ફરી મળવા જતા કિરીટ પટેલે ખેડૂતોને આશ્વાસન આપી કહ્યું કે, ખેડૂતોને રકમ પરત મળી જાય તે માટે કંઈક કરશું.
ત્યારે અમને લાગી રહ્યું છે કે મંત્રીથી લઈ સહકારી ક્ષેત્રમાં ઉચ્ચકક્ષા સુધી ભ્રષ્ટાચાર થયો છે.જુથળ સેવા સહકારી મંડળીમાં ડિપોઝિટ જમા કરાવનાર ખેડૂત જીવા કાગડાએ જણાવ્યું કે, અમે જુથળ સેવા સહકારી મંડળીમાંથી ધિરાણ ઉપાડ્યું હતું જે ધિરાણની અમે ફિક્સ ડિપોઝિટ તરીકે સેવા સહકારી મંડળીમાં રકમ જમા કરાવી હતી. ત્યારે પાકતી મુદ્દતે ખેડૂતો પોતાના ફિક્સ ડિપોઝિટના રૂપિયા પરત માગતા એક પણ રૂપિયો પરત આપ્યો ન હતો અને જાણવા મળ્યું હતું કે, આ સેવા સહકારી મંડળીના મંત્રી ફરાર થઈ ગયા હતા. જુથડ સેવા સહકારી મંડળીના પ્રમુખને પૂછતા તેઓએ કહ્યું હતું કે, હાલ મંડળીમાં એક પણ રૂપિયો નથી. જે મામલે તમામ ખેડૂતોએ ભેગા મળી મંડળી પાસે રૂપિયા માંગતા મંડળીના પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું કે, જ્યારે પૈસાની સગવડ થશે ત્યારે રૂપિયા આપશું.
‘પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી ન હતી’
વધુમાં જણાવ્યું કે, આ જવાબ મળતા ખેડૂતો માળિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી ન હતી. ત્યારબાદ અનેક વખત માળીયા માંગરોળ અને જુનાગઢ આ મામલે રજૂઆત કરી હતી પરંતુ કોઈ પણ જવાબ મળ્યો ન હતો. પાકોભાંડ જુથળ સેવા સહકારી મંડળીના મંત્રી સેવા સહકારી બેંકના અધિકારી કર્મચારી કે ઉચ્ચ કક્ષાના કોઈ મોટા માથાઓ કોભાંડમાં સંડોવાયેલા હોય તેવું લાગે છે.જુથળ સેવા સહકારી મંડળીમાંથી ધિરાણ ઉપાડનાર પ્રદિપ સેવરાએ જણાવ્યું હતું કે, જુઠળ સેવા સહકારી મંડળીમાંથી મેં રૂ 4,00,000ની જીસી લોન લીધી હતી. હાલની મુદત પૂરી થતાં ચાર લાખ રૂપિયા મે સેવા સહકારી મંડળીમાં જમા કરાવ્યા હતા જેની મંત્રી દ્વારા મને પહોંચ પણ આપવામાં આવી હતી. પરંતુ હાલ ₹4,00,000 ભરવા છતાં પણ બેંકમાં મેં ભરેલા ધિરાણની રકમ બાકી બોલાય છે.
આ મામલે સહકારી બેંક દ્વારા ધિરાણ ભરવા માટે મને બે નોટિસો પણ પાઠવવામાં આવી છે. જે મંત્રી દ્વારા મને પહોંચ આપવામાં આવી હતી તે જીએસટી નંબર વાળી હતી પરંતુ મને લાગી રહ્યું છે કે, આમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. મારી પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો નથી.જુથળ ગામના ખેડૂત કેતનભાઇ વાછાણીએ જણાવ્યું હતું કે, અમારા ગામની જુથળ સેવા સહકારી મંડળીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. ક્યારેક ખેડૂતો જે કૌભાંડનો ભોગ બન્યા છે તેને લઈ કોઈ ફરિયાદ લેવા પણ રાજી નથી. કારણ કે ઉચ્ચ કક્ષાએથી ખેડૂતોની ફરિયાદ ન લેવા પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. જુનાગઢ જિલ્લાના ભાજપના આગેવાનો તમામ આ કૌભાંડમાં સામેલ હોવા જોઈએ તો જ આ કૌભાંડ કરવું શક્ય બને છે. ખેડૂત આત્મહત્યા તરફ વળી રહ્યો છે કારણ કે હવે ખેડૂત પાસે કોઈ વિકલ્પ જ બચ્યો નથી.
ભંડુરી ગામના ખેડૂત જયેશભાઈ વાળાએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં 2021 માં સેવા સહકારી મંડળીના પ્રમુખના મૃત્યુ બાદ સેવા સહકારી મંડળીનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં ઘણા ખેડૂતો ગ્રામીણ બેંકમાંથી ધિરાણ લેતા હતા અને ત્યારબાદ ખ્યાલ આવ્યો કે, સેવા સહકારી મંડળીમાંથી પૈસાની ઉચાપત કરવામાં આવી છે. જે ખેડૂતોને પાંચ વીઘા જમીન હતી તે ચોપડે તેની 20 વીઘા જમીન બતાવવામાં આવી અને તેના પર લોન લઈ લેવામાં આવી. જે ખેડૂતોનું 2017માં મૃત્યુ થયું હતું તેવા ખેડૂતોનું 2021 માં ધિરાણ લેવામાં આવ્યું હતું.
તો અમુક ખેડૂતોને ખબર જ નથી કે ધિરાણના પૈસા તેના ખાતામાંથી ઉપાડવામાં આવ્યા છે.અમૃતભાઈ વાછાણીએ જણાવ્યું હતું કે, જૂથળ સેવા સહકારી મંડળીમાં 21 થી વધુ ખેડૂતોએ પોતાની ફિક્સ ડિપોઝિટની રકમ જમા કરી હતી. જે રકમ પાકતી મુદતે લેવા જતા જુથળ સેવા સહકારી મંડળીના પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું કે, મંડળીના મંત્રી રૂપિયા લઇ નાસી ગયા છે. 21 ખેડૂતોના ઓછામાં ઓછા 33 લાખથી વધુ રૂપિયા આ સેવા સહકારી મંડળીમાં જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે જુથળ સેવા સહકારી મંડળીમાં ઓડિટ કરવામાં આવ્યું ત્યારે તેમાં પણ 71 લાખ રૂપિયા જેટલી સિલિક સેવા સહકારી મંડળીમાં હોવાનું સામે આવ્યું હતું પરંતુ હાલ સેવા સહકારી મંડળીમાં એક પણ રૂપિયો નથી.
જુથળ ગામના ખેડૂત લુણવીરભાઈ કાગડાએ જણાવ્યું હતું કે, જુથળ સેવા સહકારી મંડળીમાં પ્રમુખથી લઇ સીઓ સુધી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ઓછામાં ઓછું બે કરોડ જેટલું જુથળ સેવા સહકારી મંડળીમાં કૌભાંડા કરવામાં આવ્યું છે. જુથળ સેવા સહકારીથી લઈ તમામ તાલુકાઓ અને જિલ્લા સેવા સહકારી મંડળીના તમામ અધિકારીઓ કર્મચારીઓ મળેલા છે. 72 લાખ રૂપિયા જેટલી હાથ પરની સિલિક સેવા સહકારી મંડળીના મંત્રી લઈને ભાગી ગયા છે. તો 30 થી 32 લાખ રૂપિયા ખેડૂતોએ જે ડિપોઝિટ સેવા સહકારી મંડળીમાં જમા કરાવી હતી તે પણ ઉપાડી લેવામાં આવી છે. જુથળ સેવા સહકારી મંડળીમાં બે કરોડથી વધુનું કૌભાંડ થયું છે. અત્યારે જુથળ સેવા સહકારી મંડળીમાં એક પણ રૂપિયાની સિલક નથી.
આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધતી નથી અને વારંવાર ધક્કા ખાવા છતાં કોઈ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી.જુથળ ગામના ખેડૂત હરિલાલ વાછાણીએ જણાવ્યું હતું કે, આ મામલે ખેડૂતો જૂનાગઢ જિલ્લા સેવા સહકારી મંડળીના પ્રમુખ કિરીટ પટેલને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં અમને કહેવામાં આવ્યું કે, મંત્રી દ્વારા ખેડૂતોને જે પહોંચ આપવામાં આવી છે તે ડુબલીકેટ છે. આ મામલે બેંકનું સ્ટેટમેન્ટ કાઢવામાં આવ્યું ત્યારે તમામની રસીદો પણ ઉઘરાવવામાં આવી હતી અને ચેકથી તમામ વ્યવહાર કરવામાં આવ્યાં હતા. જુથળ સેવા સહકારી મંડળીનું જે ઓડિટ આવ્યું તેમાં પણ તમામ ખેડૂતોના રસીદ બતાવવામાં આવી. તે સમયે ઓડિટમાં જુથળ સેવા સહકારી મંડળીમાં 72 લાખથી વધુની રકમ હાથ પરની સિલિકમાં હોવાનું સામે આવ્યું હતું.
હાલ એક પણ રૂપિયો તેમાંથી મંડળી પાસે હાથ પર નથી. ઓડિટમાં પણ સામે આવ્યું હતું કે જૂથળ સેવા સહકારી મંડળીમાં કૌભાંડ થયું છે.જુથળ સહકારી મંડળી મામલે વિસાવદર બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, જૂથળ સેવા સહકારી મંડળીના કોઈ પ્રોબ્લેમ નથી. જુથળમાં અમારી નવી બ્રાન્ચ ખુલ્લી છે. સહકારી બેંકના કૌભાંડ જેવું કઈ છે જ નહીં. બેંકના ચેરમેનની કઈ આમાં જવાબદારી હોતી નથી. અમારે તો બોર્ડ ઓફ ડિરેક્ટરના સર્વાનું મતે નિર્ણય કરવાના હોય છે.
આજે જે કંઈ પણ મંડળીઓ છે તેના મંત્રીઓ ગેરરીતિ કરતા હોય છે અને તે મામલે દોઢ બે વર્ષ પહેલા ફરિયાદો પણ થઈ છે અને ગેરરીતી કરનારની ધરપકડ પણ કરાઈ છે તેમજ તેને સજા પણ થઈ છે. હાલ કોર્ટમાં કેસ પણ શરૂ છે. તેમજ ગેરરિતી કરનારાઓની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા પણ શરૂ છે. તેમજ જે નાના મોટા ખેડૂતો ભોગ બન્યા છે તેને પણ પૂરતો ન્યાય આપીશું.વધુમાં જણાવ્યું કે, આ તો હું જ્યારે ચૂંટણી લડી રહ્યો છું ત્યારે આ બધા બહારથી આવેલા લોકો ખોટા મુદ્દા ઉઠાવે છે, અને જો ખેડૂતની ચિંતા હોત તો દોઢ વર્ષ પહેલાં જ્યારે ફરિયાદ થઈ ત્યારે આ બધા ક્યાં ગયા હતા, તે મારો પ્રશ્ન છે.
આ પણ વાંચો:અમદાવાદમાં દિલ્લી દરવાજાનો જૂનો દરવાજો ધરાશાયી
આ પણ વાંચો:અમદાવાદમાં સરખેજમાં SPની કચેરીમાં 4 નકલી અધિકારીઓ ઝડપાયા
