મહેસાણા/ અલ્પેશ ઠાકોરનું મહેસાણામાં શક્તિ પ્રદર્શન કે પછી કોરોનાને આમંત્રણ

ત્રીજી લહેરની આશંકા વચ્ચે અલ્પેશ ઠાકોરે ઉડાવ્યા કોરોના ગાઈડ લાઇનના ધજાગરા, અલ્પેશ ઠાકોર સહિત કાર્યકરો વિના માસ્ક જોડાય રેલીમાં

Top Stories Gujarat
vaccine 2 અલ્પેશ ઠાકોરનું મહેસાણામાં શક્તિ પ્રદર્શન કે પછી કોરોનાને આમંત્રણ
  • મહેસાણામાં કોરોના વિસ્ફોટ થવાનું નક્કી..!
  • અલ્પેશ ઠાકોરનું મહેસાણામાં શક્તિ પ્રદર્શન
  • મરતોલીથી બહુચરાજી પગપાળા યાત્રાનો કાર્યક્રમ
  • મોટાભાગનાં આગેવાનો કાર્યકરો કાર્યક્રમમાં જોડાયા
  • કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટર્ન્સનાં ઉડયા ધજાગરા
  • ખુદ અલ્પેશ ઠાકોર માસ્ક વગર જોવા મળ્યા
  • અન્ય કાર્યકર્તાઓ પણ માસ્ક વગર જોડાયા
  • મહેસાણામાં સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ..?

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ-ભાજપ સહિતના તમામ પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પણ આજરોજ રવિવારે 26 ડિસેમ્બરના રોજ મહેસાણા ખાતે શક્તિ પ્રદર્શન કર્યું હતું. રાજ્યમાં સત્તર વધતાં કોરોના કેસ વચ્ચે અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન કોરોનને આમંત્રણ સમાન હતું. અલ્પેશ ઠાકોરની આ રેલી મરતોલીથી બહુચરાજી પગપાળા યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગનાં આગેવાનો કાર્યકરો કાર્યક્રમમાં જોડાયા હતા. અલ્પેશ ઠાકોરના આ કાર્યક્રમમાં કોરોના ગાઈડ લાઇનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.  કાર્યકરો તો ઠીક છે. પણ ખુદ અલ્પેશ ઠાકોર માસ્ક વગર જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ માસ્ક વગર આ રેલીમાં  જોડાયા હતા. મહેસાણામાં સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ ..?

નોંધનીય છે કે, ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની પદયાત્રાને લઈ મહેસાણા બહુચરાજી હાઈવે પર મોટો ટ્રાફિકજામ સર્જાયો હતો. ત્રણ કિમી લાંબી પદયાત્રાને કારણે હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતા અને ઠાકોર આગેવાન અલ્પેશ ઠાકોરનું શક્તિપ્રદર્શનને લઈ અનેક તારક વિતર્ક તરફ આંગળી ચીંધી રહ્યું છે.

તો ભાજપ નેતા અલ્પેશ ઠાકોરના આ શક્તિપ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોર પણ જોડાયા હતા. જે પણ અનેક સવાલ ઊભા કરી રહ્યું છે. જો કે ભરતજીએ કહ્યું કે, અલ્પેશ ઠાકોરનો કાર્યક્રમ રાજકીય નહીં, પરંતુ સામાજિક છે. અને ઠાકોર સમાજનો કાર્યક્રમ હોવાને કારણે હું રેલીમાં જોડાયો છું. અલ્પેશ ઠાકોરની પદ યાત્રામાં કોગ્રેસ ભાજપ બન્ને પક્ષના નેતા જોડાયા હતા.

Booster Dose / ઇઝરાયેલે સૌપ્રથમ બૂસ્ટર ડોઝ શરૂ કર્યો, જાણો કયા દેશો રસીનો ત્રીજો ડોઝ લઈ રહ્યા છે

Health / શિયાળામાં સ્વેટર પહેરીને સૂવાથી  થાય છે આ નુકસાન, જાણો કેવી રીતે બચશો

અજબ ગજબ / ન્યુ  લકી રેસ્ટોરન્ટ, અમદાવાદ :  કબરોની વચ્ચે બનેલ અનોખી રેસ્ટોરન્ટ

પૌરાણિક કથા / સ્ત્રીના જાતીય શોષણની પૌરાણિક કથા, -યયાતિ પુત્રી માધવીની આપવીતી