Not Set/ અંબાજી નજીક ST બસ ૨૦ ફુટ ઊંડા ખાડામાં ખાબકી, બસમાં 45 મુસાફરો બેઠેલા હતા

અંબાજી અંબાજીથી 11 કિલોમીટર દુર રાણપુર ગામ પાસે એક મોટી દુર્ઘટના થતા ટળી છે. અમદાવાદથી અંબાજી જતી બસ અંબાજી નજીક ખાડામાં ખાબકી હતી. બસના ડ્રાઇવરે અચાકન સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઇ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જોકે, આ ઘટનામાં બસમાં સવાર 45 લોકોનો આબાદ બચાવ થયો છે. જ્યારે બસના ડ્રાઇવરને ઇજાઓ […]

Top Stories Gujarat
02 3 અંબાજી નજીક ST બસ ૨૦ ફુટ ઊંડા ખાડામાં ખાબકી, બસમાં 45 મુસાફરો બેઠેલા હતા

અંબાજી

અંબાજીથી 11 કિલોમીટર દુર રાણપુર ગામ પાસે એક મોટી દુર્ઘટના થતા ટળી છે. અમદાવાદથી અંબાજી જતી બસ અંબાજી નજીક ખાડામાં ખાબકી હતી. બસના ડ્રાઇવરે અચાકન સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઇ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

01 21 અંબાજી નજીક ST બસ ૨૦ ફુટ ઊંડા ખાડામાં ખાબકી, બસમાં 45 મુસાફરો બેઠેલા હતા

જોકે, આ ઘટનામાં બસમાં સવાર 45 લોકોનો આબાદ બચાવ થયો છે. જ્યારે બસના ડ્રાઇવરને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

02 5 અંબાજી નજીક ST બસ ૨૦ ફુટ ઊંડા ખાડામાં ખાબકી, બસમાં 45 મુસાફરો બેઠેલા હતા

બસ જ્યારે ખાડામાં ખાબકી ત્યારે આ બસ નજીકમાં પસાર થતાં વીજ વાયરને અડકી હતી જોકે, વીજપુરવઠો બંધ હોવાના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.

02 4 અંબાજી નજીક ST બસ ૨૦ ફુટ ઊંડા ખાડામાં ખાબકી, બસમાં 45 મુસાફરો બેઠેલા હતા

મળતી માહિતી મુજબ ગુજરાત પરિવહન નિગમની અમદાવાદથી અંબાજી એસટી બસ અંબાજી નજીક આવેલા રાણપુર પાસેથી પસાર થઇ હતી.

02 6 અંબાજી નજીક ST બસ ૨૦ ફુટ ઊંડા ખાડામાં ખાબકી, બસમાં 45 મુસાફરો બેઠેલા હતા

ત્યારે રાણપુર ઘાટામાં રસ્તામાં આગળ છોટાહાથી ટેમ્પોને અકસ્માત થયો હતો. તેને જોવા માટે લોકોનું ટોળું ઉભેલું હતું. આ ટોળાને જોતા ચંડોળા ડેપોની આ એસટી બસના ડ્રાઇવરે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા પાસે આવેલી 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી.