અંબાજી/ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ, આદિવાસી દીકરીઓના હસ્તે રથનું પ્રસ્થાન

પ્રથમવખત અંબાજી ખાતે આદિવાસી દીકરીઓના હસ્તે માતાજીના રથનું અંબાજીના સિંહ દ્વારથી પ્રસ્થાન કરાવાયું હતું.

Top Stories Gujarat Others
અંબાજી પ્રથમવખત અંબાજી ખાતે આદિવાસી દીકરીઓના હસ્તે માતાજીના રથનું અંબાજીના સિંહ દ્વારથી પ્રસ્થાન કરાવાયું હતું.

શક્તિ ભક્તિ અને સેવાના સંગમ સમા શક્તિપીઠ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારની આદિવાસી દીકરીઓના હસ્તે રથનું પ્રસ્થાન કરાવાયું હતું.  પ્રથમવાર આદિવાસી દીકરીઓના હસ્તે માતાજીના રથનું અંબાજીના સિંહ દ્વારથી પ્રસ્થાન કરાવી અને આજે વહીવટી તંત્ર દ્વારા ભાદરવીના મહા મેળા ને ખુલ્લો મુકાયો છે.

g4 1 અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ, આદિવાસી દીકરીઓના હસ્તે રથનું પ્રસ્થાન

ગુજરાત ભરમાંથી 25 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ વહીવટી તંત્રને આવવાની આશા છે ત્યારે શ્રદ્ધાળુઓને આવકારવા તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષિતતા માટે વહીવટી તંત્રએ પણ તમામ પ્રકારની પૂરતી તૈયારીઓ કરી લીધી છે અંબાજી જતા માર્ગો પર પદયાત્રીઓનો પ્રવાહ પણ શરૂ થયો છે અને આ પ્રવાહને લઈને સમગ્ર અરવલ્લીની ગિરિમાળાઓમાં અંબેમય માહોલ પણ જામ્યો છે.

a4 અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ, આદિવાસી દીકરીઓના હસ્તે રથનું પ્રસ્થાન

  • મહામેળાનો રથ ખેંચી મેળાનો શ્રી ગણેશ કરાયા
  • બનાસકાંઠા કલેકટર પોલીસ વડા વહીવટદાર સાથે અન્ય અધિકારીઓ રહ્યા હાજર
  • મંદિર ના પૂજારી એ મંત્રોચ્ચાર અને વિધિવધાન સાથે રથ ખેંચવાની કરાવી શરૂઆત

મંદિરના પૂજારીએ મંત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે રથ ખેંચાવી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મેળો આગામી 10 સપ્ટેમ્બર સુધી  ચાલશે. જેમાં આશરે 25 લાખ થી વધુ શ્રદ્ધાળુઓ માતાના ચરણોમાં શીશ ઝુકાવે  તેવી શક્યતા છે. મેળાને લઈ તંત્ર દ્વારા પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જેને આ મેળો યાદગાર બની રહે તેવ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

a2 અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ, આદિવાસી દીકરીઓના હસ્તે રથનું પ્રસ્થાન

શક્તિપીઠ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ છે. અંબાજી મંદિરના પૂજારીઓએ મંત્રોચ્ચાર કરી અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે રથને ખેંચીને મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અહીં આદિવાસી દીકરીઓના હસ્તે રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

a1 અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ, આદિવાસી દીકરીઓના હસ્તે રથનું પ્રસ્થાન

કોંગ્રેસનો કકળાટ/ ટિકિટ તો મારા જ દીકરાને મળશે : છોટાઉદેપુરના રાઠવા નેતાઓની કોંગ્રેસનાં માવોડી મંડળ પાસે માંગ