anant ambani marriage/ અંબાણી પરિવારમાં શરૂ થઈ લગ્નની તૈયારી, રાધિકાનું પ્રી વેડિંગ સેશન શરૂ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના ઘરમાં ખુશીનો માહોલ છે, આ માહૌલ કેમ ન હોય, કારણ કે અંબાણીના ઘરમાં ફરી એક વખત ખુશીની શરણાઈઓ વાગી રહી છે. મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન થવાના છે.

Top Stories India
Ambani Marriage

Ambani Marriage: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના ઘરમાં ખુશીનો માહોલ છે, આ માહૌલ કેમ ન હોય, કારણ કે અંબાણીના ઘરમાં ફરી એક વખત ખુશીની શરણાઈઓ વાગી રહી છે. મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન થવાના છે. અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથેના લગ્નની તૈયારી ચાલી રહી છે. દંપતી ટૂંક સમયમાં લગ્નગ્રંથિથી બંધાશે. હાલમાં તો અંબાણી અને મર્ચન્ટ પરિવારમાં પ્રી-વેડિંગ ફંકશન શરૂ થઈ ગયા છે.

ગયા વર્ષે 29મી ડિસેમ્બરે અનંત અને રાધિકા મર્ચન્ટની રાજસ્થાનના નાથદ્વારા ખાતે શ્રીનાથજીના મંદિરમાં સગાઈ થઈ હતી. રાધિકાની મહેંદી સેરેમનીની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. લોકો આ તસ્વીરો અને વિડીયોના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ  ચાલુ ટુ-વ્હીલરે યુવાન-યુવતીનો કિસ કરતો વિડીયો વાઇરલઃ રોડ સેફ્ટીની ઐસી કી તૈસી

રાધિકાની મહેંદી
રાધિકાએ ગુલાબી રંગનો લેંઘો પહેર્યોછે. તેના હાથ પર અનંતના નામની મહેંદી લગાવવામાં આવી છે. તેણે કેમેરા સમક્ષ મહેંદીવાળા હાથ બતાવ્યા હતા. રાધિકા અત્યંત ખુશ લાગતી હતી. રાધિકા પોતે ટ્રેઇન્ડ ક્લાસિકલ ડાન્સર છે. તેણે આઠ વર્ષ સુધી ભરતનાટ્યમની તાલીમ લીધી છે. સેરેમનીમાં હાજર બધા લોકો રાધિકાનો ડાન્સ જોઈ ખુશ થઈ ગયા હતા. તેણે ઘર મોરે પરદેશીયા પર સુંદર ડાન્સ કર્યો હતો. અંબાણી કુટુંબની પુત્રવધુ બનનારી રાધિકા મર્ચન્ટ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. વિરેન એનકોર હેલ્થકેરના સીઇઓ છે.

આ પણ વાંચોઃ જોશીમઠ સંકટના કારણે નહીં થઈ શકે બદ્રીનાથના દર્શન? 3 મહિના પછી શરૂ થનારી યાત્રા પર ઉઠ્યા સવાલ

મંદિરમાં સગાઈ

અનંત અને રાધિકાની રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં સગાઈ થઈ હતી. તેના પછી અંબાણી પરિવારે મુંબઈમાં સગાઈની પાર્ટી પણ યોજી હતી. હવે તેઓ ટૂંક સમયમાં લગ્ન બંધનમાં બંધાશે. અનંત અને રાધિકા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. રાધિકાને અંબાણી કુટુંબના બધા ફેમિલી ફંકશનમાં જોઈ શકાય છે. ટૂંક સમયમાં જ તે અંબાણી કુટુંબની નાની પુત્રવધુ બનવા જઈ રહી છે.

આ પણ વાંચોઃ

કરાંચી એરપોર્ટ પર ડી કંપનીનું વર્ચસ્વ! દાઉદના ઇશારે વહીવટ..

રાફેલ નડાલ ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર,65માં ક્રમાંકના ખેલાડીએ સર્જોયો અપસેટ

રાફેલ નડાલ ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર,65માં ક્રમાંકના ખેલાડીએ સર્જોયો અપસેટ