CCI/ રિલાયન્સે મર્જર માટે CCI પાસે માંગી મંજૂરી

આ સંયુક્ત સાહસ ભારતમાં મનોરંજન અને રમતગમતની સામગ્રી માટે અગ્રણી ટીવી અને ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મમાંનું એક હશે. આ પગલું મનોરંજન (જેમ કે કલર્સ, સ્ટારપ્લસ,…….

Trending Business
Image 2024 05 25T164535.990 રિલાયન્સે મર્જર માટે CCI પાસે માંગી મંજૂરી

Business: અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વાયકોમ 18 (Viacom 18) અને સ્ટાર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના મર્જર માટે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) પાસેથી મંજૂરી માંગી છે. CCIએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત વ્યવહારનો ઉદ્દેશ Viacom18 અને Star India Pvt Ltd ના મનોરંજન વ્યવસાયોને જોડવાનો છે. Viacom18 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગ્રૂપનો ભાગ છે, જ્યારે ધ વોલ્ટ ડિઝની કંપની (TWDC) સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની માલિકી ધરાવે છે.

રેગ્યુલેટરે શું કહ્યું…

(રેગ્યુલેટર)નિયમનકારે જણાવ્યું હતું કે, ટ્રાન્ઝેક્શન પછી, સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એક સંયુક્ત સાહસ (JV) બનશે, જેનું સંચાલન RIL, Viacom18 અને TWDCની પેટાકંપનીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે નોટિસમાં જણાવ્યું છે કે પ્રસ્તાવિત ટ્રાન્ઝેક્શનથી ભારતમાં સ્પર્ધા પર કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે. મર્જર પૂર્ણ થયા બાદ સંયુક્ત સાહસનું નિયંત્રણ RIL દ્વારા કરવામાં આવશે. RIL પાસે 16.34 ટકા, વાયાકોમ18 46.82 ટકા અને ડિઝની પાસે 36.84 ટકા હિસ્સો હશે.

Viacom18-Star India merger needs to be modified for CCI approval -  Broadcast and CableSat

નીતા અંબાણીને આદેશ

ડીલ બાદ તે ભારતીય મીડિયા અને મનોરંજન ક્ષેત્રની સૌથી મોટી કંપની બની જશે. તેની પાસે બહુવિધ ભાષાઓમાં 100 થી વધુ ચેનલો હશે, બે મુખ્ય OTT પ્લેટફોર્મ અને સમગ્ર દેશમાં 750 મિલિયનનો દર્શક આધાર હશે. આ નવી ફર્મનું નેતૃત્વ નીતા અંબાણી કરશે જ્યારે ઉદય શંકર વાઇસ ચેરમેન હશે.

આ સંયુક્ત સાહસ ભારતમાં મનોરંજન અને રમતગમતની સામગ્રી માટે અગ્રણી ટીવી અને ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મમાંનું એક હશે. આ પગલું મનોરંજન (જેમ કે કલર્સ, સ્ટારપ્લસ, સ્ટારગોલ્ડ) અને સ્પોર્ટ્સ (જેમ કે સ્ટાર સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ18) સહિતની લોકપ્રિય મીડિયા એસેટ લાવશે. તેમાં JioCinema અને Hotstar જેવા ડિજિટલ પ્લેટફોર્મ પણ સામેલ હશે. સંયુક્ત એન્ટિટીને 30,000 થી વધુ ડિઝની સામગ્રી સંપત્તિના લાઇસન્સ સાથે ભારતમાં ડિઝની બેનર હેઠળ બનેલી ફિલ્મો અને કાર્યક્રમોના પ્રસારણના વિશિષ્ટ અધિકારો આપવામાં આવશે. આ સોદો 2024 ના છેલ્લા ક્વાર્ટર અથવા 2025 ના પહેલા ક્વાર્ટરમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિશ્વના અમીર લોકોની યાદીમાં ગૌતમ અદાણી 13માં સ્થાન પર, અદાણીના શેરોમાં જબરજસ્ત ઉછાળો

આ પણ વાંચો: AI બધી નોકરીઓ ખતમ કરી દેશે, લોકો શોખ માટે કરશે નોકરી: એલોન મસ્ક

આ પણ વાંચો: લિસ્ટેડ કંપનીઓમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો 12 વર્ષમાં ઘટવા છતાં શેરબજારમાં ‘ચાંદી…જ…ચાંદી…’