OMG!/ GPSએ દોર્યા ગેરમાર્ગે, નદીને બતાવ્યો રોડ: ડૂબી જવાથી 2 ડોક્ટરના મોત

સાચો રસ્તો શોધવા માટે તેમના મોબાઈલ ફોન પર નેવિગેશનનો ઉપયોગ કર્યો પરંતુ થોડી જ વારમાં તેઓ રસ્તાના કિનારે પાણી ભરેલા ભાગમાં આવ્યા જ્યાંથી તેમનું વાહન આગળ જઈ શકતું ન હતું. થોડીવાર પછી તેમને ખબર પડી કે કાર નદી પર ઊભી છે

India Trending
Mantavyanews 65 GPSએ દોર્યા ગેરમાર્ગે, નદીને બતાવ્યો રોડ: ડૂબી જવાથી 2 ડોક્ટરના મોત

જોરદાર વરસાદ પડતાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. બે ડોકટરોએ સાચો રસ્તો શોધવા માટે તેમના મોબાઈલ ફોન પર નેવિગેશનનો ઉપયોગ કર્યો અને બહાર નીકળ્યા. થોડી જ વારમાં તેઓ રસ્તાના કિનારે પાણી ભરેલા ભાગમાં આવ્યા જ્યાંથી તેમની કાર આગળ જઈ શકી ન હતી. તેઓને ખબર પડી કે કાર નદી પર પાર્ક કરેલી છે. થોડી જ વારમાં તેઓ કારની સાથે નદીમાં ડૂબવા લાગ્યા. થોડીવાર પછી બૂમો બંધ થઈ ગઈ અને તેઓ ડૂબી ગયા. સદનસીબે કારમાં સવાર અન્ય ત્રણ લોકો પોતાને બચાવવામાં સફળ રહ્યા હતા. દુઃખની વાત એ છે કે ઘટનાના દિવસે મૃત્યુ પામેલા એક ડોક્ટરનો જન્મદિવસ હતો અને તે ખરીદી કરીને પરત ફરી રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, મામલો કેરળના એર્નાકુલમ જિલ્લાના ગોથુરુથ વિસ્તારનો છે. આ ઘટના રવિવારે બપોરે 12.30 કલાકે બની હતી. ડો. અદ્વૈત, ડો. અજમલ આસિફ અને અન્ય ત્રણ લોકો ખરીદી કરીને પાછા ફરી રહ્યા હતા. અદ્વૈત 29 વર્ષનો હતો અને તે દિવસે તેનો જન્મદિવસ પણ હતો. આ પાંચેય જણ કોચીથી કોડુંગલુર પરત ફરી રહ્યા હતા.

પોલીસ અને કોડુંગલ્લુર ક્રાફ્ટ હોસ્પિટલના વરિષ્ઠ મેનેજર અશોક રવિના જણાવ્યા અનુસાર, બચી ગયેલા લોકોમાંથી એક ડૉ. ગાઝિક થાબાસીરે ખુલાસો કર્યો હતો કે અકસ્માત જીપીએસની ભૂલને કારણે થયો હતો. તેણે કહ્યું, “હા અમે જીપીએસનો ઉપયોગ કરતા હતા. જો કે, હું ડ્રાઇવિંગ કરતો ન હોવાથી, હું પુષ્ટિ કરી શકતો નથી કે તે એપ્લિકેશનની તકનીકી ખામી હતી કે માનવ ભૂલ હતી?”

મૃત્યુ પામેલા બંને ડોકટરો, ડો. અજમલ, થ્રિસુર જિલ્લાના વતની હતા અને ડો. અદ્વૈથ કોલ્લમના હતા. જીસ્મોન અને તમન્ના સિવાય જે લોકો બચી ગયા તેમાં ક્રાફ્ટ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગમાં કામ કરતા ડો. થાબસીરનો સમાવેશ થાય છે. જીસ્મોન હોસ્પિટલમાં નર્સ છે અને તમન્ના પલક્કડમાં MBBS સ્ટુડન્ટ છે. ત્રણેયને કોચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડો.અદ્વૈથના મૃતદેહને કલામાસેરી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો છે અને ડૉ. અજમલના શબને શબપરીક્ષણ માટે થ્રિસુર મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો છે.


આ પણ વાંચો:14 મિનિટમાં સાફ થઈ ગઈ આખી વંદે ભારત ટ્રેન, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ વીડિયો

આ પણ વાંચો:મારે મરવું છે… મરીને જ રહીશ, 12મા ધોરણની વિદ્યાર્થીનીએ ચોથા માળેથી લગાવી છલાંગ

આ પણ વાંચો:2014થી અત્યાર સુધીમાં LPG કનેક્શનની સંખ્યા 14 કરોડથી વધીને 32 કરોડ થઈ છેઃ પીએમ મોદી

આ પણ વાંચો:ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા સ્ટડી વિઝા અંગેના મોટા સમાચાર