AMC-News/ AMC 24 કલાકમાં 3.5 કિ.મી.નો રોડ રિસરફેસ કરી રેકોર્ડ કરશે

આઇપીએલ, ચૂંટણી અને તેના પછી યોજાનારા વર્લ્ડ કપ અંગે રેકોર્ડ્સની હારમાળા નીકળી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) પણ કેમ પાછળ રહે. એએમસીએ શહેરના ત્રણ જુદા-જુદા વિસ્તારમાં સાત હજાર મેટ્રિક ટનનો ઉપયોગ કરીને 24 કલાકમાં જ સાડા ત્રણ કિ.મી.નો રોડ બનાવવાનું આયોજન કર્યુ છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 05 16T160712.231 AMC 24 કલાકમાં 3.5 કિ.મી.નો રોડ રિસરફેસ કરી રેકોર્ડ કરશે

અમદાવાદઃ આઇપીએલ, ચૂંટણી અને તેના પછી યોજાનારા વર્લ્ડ કપ અંગે રેકોર્ડ્સની હારમાળા નીકળી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) પણ કેમ પાછળ રહે. એએમસીએ શહેરના ત્રણ જુદા-જુદા વિસ્તારમાં સાત હજાર મેટ્રિક ટનનો ઉપયોગ કરીને 24 કલાકમાં જ સાડા ત્રણ કિ.મી.નો રોડ બનાવવાનું આયોજન કર્યુ છે.

આ કામગીરી બુધવાર રાતથી શરૂ થઈ ગુરુવારે રાતે પૂરી થઈ જશે. આ માટે સાત હજાર મેટ્રિક ટન મટીરિયલનો ઉપયોગ કરવામાં 3.5 કિ.મી.નો રોડ રિસરફેસ કરવાનો વિક્રમ કરવામાં આવશે.  ઉત્તર પશ્ચિમ ઝોનમાં આર્યમાન બંગલોઝથી હેબતપુર ગામ સુધીનો 1,200 મીટરનો તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એરોઝ ફૂટથી ફ્લોરેન્સ એટ-9 સુધીનો 1,000 મી.મી.નો અને દક્ષિણ ઝોનમાં નારોલ ટર્નિંગથી સદાની ધાબી સુધીનો 1,600 કિ.મી.નો રોડ તૈયાર કરવામાં આવશે.

એએમસીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે એએમસીમાં પહેલી વખત આ પ્રકારે રોડરિસરફેસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એએમસીની હદમાં ભેળવાયેલા નવા વિસ્તારોમાં ટીપી સ્કીમ હેઠળ પ્રાથમિક સુવિધાના કામો ચાલી રહ્યા છે. તેમા પાણીની લાઇનો, ગટરની લાઇનો, સ્ટોર્મ વોટર લાઇનો, રોડ, સ્ટ્રીટ વગેરેનો સમાવેશ થાય છે.

રોડ રિસરફેસના કામો મંથર ગતિએ ચાલતા હોવાની ફરિયાદના પગલે તેને અગ્રતા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્રણ જગ્યાએ ટીપી સ્કીમ હેઠળ રસ્તા ખોલવામાં આવ્યા છે. અહીં જમીન છે ત્યાં ખોદકામ કરીને કપચી અને વેટમિક્સ મટીરિયલ પાથરી દેવાયું છે. પણ મહત્ત્વનું કામ ડામર, કપચીનું અને હોટમિક્સ મટીરિયલ પાથરી રોડ રોલર ફેરવવાનું છે. તેના માટે કોન્ટ્રાક્ટરે ડામર સહિતના રોડ મટીરિયલનો સ્ટોક તૈયાર રાખ્યો છે. આ કામગીરીમાટે બધુ આયોજન તૈયાર થઈ ગયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદના મેઘાણીનગરમાં દિવ્યાંગ યુવતી પર ગેંગરેપ, મદદના બહાને આચર્યુ દુષ્કર્મ

આ પણ વાંચો: રાધનપુરના યુવકની હત્યા કેસમાં સેશન્સ કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

આ પણ વાંચો: વડોદરામાં સ્પાની આડમા ચાલતું દેહવ્યાપારનું કૌભાંડ પકડાયું