ગુજરાત/ અમદાવાદમાં ઝડપાઇ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી, શખ્સ મોંઘી બોટલમાં વેચતો હતો સસ્તો દારૂ

ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ કહેવાય છે કે, સૌથી વધુ દારૂ ગુજરાતીઓ જ પીતા આવ્યા છે. કહેવાય છે કે, રાજ્યમાં કોઇ પણ સ્થળે તમને દારૂ મળી જશે.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદમાં નકલી દારૂ
  • અમદાવાદમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ
  • રેવા આવાસ યોજનાના મકાનમાં ચાલતું હતું કારખાનું
  • મોંઘી બોટલમાં સસ્તો દારૂ બનાવી મોંઘા ભાવે વેચતા
  • પોલીસે 78 દારૂની બોટલો સહિત કેમિકલ કબ્જે કર્યું
  • પોલીસ ચોપડે હાલ નિલેશ રાઠોડ ફરાર
  • પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ કહેવાય છે કે, સૌથી વધુ દારૂ ગુજરાતીઓ જ પીતા આવ્યા છે. કહેવાય છે કે, રાજ્યમાં કોઇ પણ સ્થળે તમને દારૂ મળી જશે. ત્યારે વળી મેટ્રો સિટી અમદાવાદમાં પણ દારૂની ફેક્ટરી પોલીસે ઝડપી પાડી છે.

આ પણ વાંચો – સાવધાન! / અમદાવાદીઓ હજી સમય છે ચેતી જજો, શહેરમાં માત્ર 11 દિવસમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ થયો બમણો

આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં તમને અવાર-નવાર દારૂને લઇને કિસ્સોઓ સાંભળવા મળતા જ હશે. ત્યારે હવે વધુ એક શહેરનાં રેવા આવાસ યોજનાનાં મકાનમાંથી સામે આવ્યો છે. જ્યા નકલી દારૂ બનાવવાનુ કારખાનું મળી આવ્યુ છે. આ સમાચાર સામે આવ્યા બાદ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદ શહેરનાં નિર્ણય નગરમાંથી આ નકલી દારૂનું કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે જ્યારે આ વિસ્તારમાં દરોડા પાડ્યા ત્યારે અહીથી મોંઘી અને બ્રાન્ડેડ દારૂની બોટલો મળી આવી હતી. નકલી દારૂ બનાવનારા લોકો આ કારખાનામાં મોંઘી બોટલમાં સસ્તો દારૂ ભેળવી અને તેને મોંઘા ભાવે વેચતા હતા. સુત્રો કહી રહ્યા છે કે, પોલીસને આ અંગે બાતમી આપવામા આવી હતી જે બાદ તેમણે તક જોઇ આ કારખાનામાં દરોડા પાડ્યા હતા. પોલીસે આ કારખાનામાંથી 78 દારૂની બોટલ સહિત કેમિકલ કબ્જે કર્યુ છે. આ કારખાનામાં એક નિલેશ રાઠોડ નામનો શખ્સ નકલી દારૂ બનાવીને ઉંચા ભાવે બોટલો વેચતો હોવાનુ બહાર આવ્યુ છે. જે પછી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે પોલીસ ચોપડે હાલમાં નિલેશ રાઠોડ ફરાર છે.

આ પણ વાંચો – સાવધાન! / ઓમિક્રોન બાદ હવે ડેલ્મિક્રોનનો પ્રવેશ, જાણો ભારત માટે કેટલો ખતરનાક છે આ વેરિઅન્ટ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી તો છે. પરંતુ આ દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રાજ્યમાં અલગ-અલગ શહેરોમાં લાખ્ખો રૂપિયાનો દારૂનો જથ્થો પોલીસે પકડી પાડયો છે. એટલું જ નહીં દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે બૂટલેગરો નવી-નવી મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે. યેન કેન પ્રકારે લોકો દારૂનું વેચાણ કરતા હોય છે.