- મહીસાગરમાં કાર બાળીને ભડથું થવાનો મામલો
- મહીસાગર જીલ્લા પોલીસને મળી મોટી સફળતા
- બેન્ક મેનેજર વિશાલ પાટીલની પૈસા મામલે કરાઈ હત્યા
- બેન્ક મેનેજર વિશાલ પાટીલની ગોળી મારીને કરાઈ હત્યા
- મોડી રાત્રે કારમાં આગ લગતા પોલીસે શરુ કરી હતી તપાસ
- સંતરામપુરના ડાહ્યાપુર પાસેથી મળી આવ્યો મેનેજરનો મૃતદેહ
- 1 કરોડ 17 લાખની રકમ લઈ જઈ રહ્યો હતો બેન્ક મેનેજર
- રસ્તામાં જ એક ઈસમે ગોળી મારી કરી હતી હત્યા
- સંતરામપુર તેમજ LCB પોલીસ દ્વારા હત્યારાની ધરપકડ
- દેશી કટ્ટા સહિત રોકડ રકમ પણ રિકવર કરવામાં આવી
- જીલ્લા પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલ્યો ભેદ
- જીલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા
મહીસાગરમાં કાર બાળીને ભડથું થવાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે, મહિસાગરમાં બેંક મેનેજર વિશાલ પાટીલની પૈસા મામલે હત્યા કરાઇ હતી, મેનેજરને ગોળી મારીને હત્યા કરાઇ હતી ,મોડીરાત્રે કારમાં આગ લાગતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી,આ તપાસમાં મેનેજરનો મૃતદેહ સંતરામપુર ડાહ્યાપુર પાસેથી મળી આવ્યો. તપાસમાં વધુ વિગતો સામે આવી હતી ,મેનેજર એક કરોડ 17 લાખની રકમ લઇને જઇ રહ્યા હતા ,ત્યારે એક ઇસમે ગોળી મારીને તેમની હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે તપાસ તેજ કરી દીધી હતી અને તેમણે ગણતરીના કલાકોમાં જ મેનેજરની હત્યાનો કેસ ઉકેલી લીધો હતો.